________________
શતક-૨: ઉદ્દેશક-૧
_
૨૭૩ ]
પુરુષાકાર પરાક્રમ છે, તો જ્યાં સુધી મારામાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ છે અને જ્યાં સુધી મારા ધર્મગુરુ, ધર્માચાર્ય, ધર્મોપદેશક તીર્થકર શ્રમણ ભગવાન મહાવીર, સુહસ્તી [ગંધહસ્તી]ની જેમ અિથવા ભવ્યજીવો માટે કલ્યાણાર્થી થઈને વિચરણ કરે છે, ત્યાં સુધી મારા માટે શ્રેયસ્કર છે કે રાત્રિ વ્યતીત થવા પર, કાલે પ્રાતઃકાલે, કોમલ ઉત્પલકમલને વિકસિત કરનાર, ક્રમશઃ પાંડુરપ્રભાથી રક્ત, અશોક સમાન પ્રકાશમાન, કિંશુકના પુષ્પ, પોપટની ચાંચ, ચણોઠીના અર્ધભાગ જેવો લાલ, કમલવનોને વિકસિત કરનાર સહસરશિમ તથા તેજથી જાજવલ્યમાન દિનકર સૂર્યના ઉદય થવા પર હું શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને, પર્યાપાસના કરીને, શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરીને, સ્વયમેવ પંચ મહાવ્રતોનું આરોપણ કરીને, શ્રમણ-શ્રમણીઓ સાથે ક્ષમાપના કરીને, તથારૂપના સમર્થ
વિર(કડાઈ) સાધુઓની સાથે વિપુલગિરિ પર ધીમે ધીમે ચઢીને, મેઘસમૂહ સમાન કૃષ્ણવર્ણયુક્ત દેવોના અવતરણ સ્થાનરૂપ પૃથ્વીશિલાપટ્ટની પ્રતિલેખના કરીને, તેના પર દર્ભનો સંતારક બિછાવીને, દર્ભના સંતારક પર બેસીને, આત્માને સંલેખના તથા ઝૂષણોથી યુક્ત કરીને, આહાર–પાણીનો સર્વથા ત્યાગ કરીને, પાદપોપગમન સંથારો કરીને, મૃત્યુની આકાંક્ષા નહિ કરતાં વિચરણ કરું. આ રીતે વિચાર કરીને, પ્રાતઃકાલે સૂર્યોદય થયો ત્યારે સ્કંદક અણગાર જ્યાં પ્રભુ મહાવીર હતા ત્યાં આવ્યાં, આવીને વંદન આદિ કરીને પર્યાપાસના કરવા લાગ્યા. ५४ खंदया ! इ समणे भगवं महावीरे खंदयं अणगारं एवं वयासी- से णूणं तव खदया !पुव्वरत्तावरत्तकालसमयसिजाव जागरमाणस्स इमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था- एवं खलु अहं इमेणं एयारूवेणं तवेणं ओरालेणं, विउलेणं तं चेव जाव कालं अणवकंखमाणस्स विहरित्तए त्ति कटु एवं संपेहेसि, संपेहित्ता कल्लं पाउप्पभायाए जाव जलते जेणेव ममं अंतिए तेणेव हव्वमागए । से णूणं खंदया ! अढे समढे? हंता अत्थि । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं । ભાવાર્થ :- તત્પશ્ચાતુ હે જીંદક' ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવાન મહાવીરે સ્કંદક અણગારને આ પ્રમાણે કહ્યું- હે સ્કંદક! રાત્રિના પાછલા પ્રહરમાં ધર્મજાગરણ કરતાં તમને આ પ્રકારનો અધ્યવસાય, સંકલ્પ ઉત્પન્ન થયો છે કે આ ઉદાર વગેરે વિશેષણ યુક્ત મહાપ્રભાવશાળી તપશ્ચરણથી મારું શરીર હવે કૃશ થયું છે વગેરે સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ કરવું તેમજ સંલેખના-સંથારો કરીને, મૃત્યુની આકાંક્ષા ન કરતાં પાદપોપગમન અનશન કરું. આ પ્રમાણે વિચાર કરીને, પ્રાતઃકાલે સૂર્યોદય થવા પર તમે મારી પાસે આવ્યા છો. હે સ્કંદક! આ વાત સત્ય છે? સ્કંદક અણગારે કહ્યું- હા, ભગવન્! તે સત્ય છે. ભગવાન– હે દેવાનુપ્રિય! જેમ તમને સુખ ઊપજે તેમ કરો, વિલંબ ન કરો. સ્કંદક અણગાર દ્વારા અનશન સ્વીકાર :५५ तए णं से खंदए अणगारे समणेणं भगवया महावीरेणं अब्भणुण्णाए समाणे