________________
૨૬s |
શ્રી ભગવતી સૂત્ર-૧
ભાવાર્થ :- તત્પશ્ચાત્ સ્કંદક અણગારે શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપના સ્થવિરો પાસે સામાયિક આદિ ૧૧ અંગોનું અધ્યયન કર્યું. શાસ્ત્રાધ્યયન કર્યા પછી તેમણે શ્રમણ ભગવાન મહાવીર પાસે આવીને વંદન- નમસ્કાર કરીને, આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! આપની આજ્ઞા હોય તો હું માસિકી ભિપ્રતિમા અંગીકાર કરીને વિચરણ કરવાની ઈચ્છા રાખું છું.
ભગવાન"હે દેવાનુપ્રિય! જેમ તમને સુખ ઊપજે તેમ કરો, શુભ કાર્યમાં વિલંબ ન કરો."
તત્પશ્ચાત્ સ્કંદક અણગાર, શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા પ્રાપ્ત કરીને, અત્યંત હર્ષિત થયા અને ભગવાન મહાવીરને નમસ્કાર કરીને, માસિકી ભિક્ષુપ્રતિમા અંગીકાર કરીને વિચરણ કરવા લાગ્યા. |४७ तए णं से खदए अणगारे मासियं भिक्खुपडिमं अहासुत्तं अहाकप्पं अहामग्गं अहातच्चं अहासम्मं काएण फासेइ पालेइ सोहेइ तीरेइ पूरेइ किट्टेइ अणुपालेइ, आणाए आहाहेइ, सम्मं काएंण फासित्ता जाव आराहेत्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छड. उवागच्छित्ता समणं भगवं महावीरं वंदित्ता णमंसित्ता एवं वयासी-इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे दोमासियं भिक्खुपडिम उवसपज्जित्ता ण विहरित्तए, अहासुह देवाणुप्पिया ! मा पडिबध, त चेव ।
एवं तेमासियं, चाउम्मासियं, पंचमासियं, छम्मासियं, सत्तमासियं, पढम सत्तराईदियं, दोच्चं सत्तराईदियं, तच्चं सत्तराईदियं, अहोराइदियं, एगराइयं । ભાવાર્થ :- ત્યાર પછી, સ્કંદક અણગારે માસિકી ભિક્ષુપ્રતિમાનો સૂત્રોનુસાર, કલ્પ–આચાર અનુસાર, માર્ગાનુસાર, યથાતથ્યસત્યતાપૂર્વક સમ્યક પ્રકારે કાયાથી સ્પર્શ કર્યો, પાલન કર્યું, શુદ્ધતાપૂર્વકનું આચરણ કર્યું, પાર કરી, સમાપ્ત કરી, પૂર્ણકરી, તેનું કીર્તન કર્યું, તેનું અનુપાલન કર્યું અને આજ્ઞાનુસાર તેની આરાધના કરી. ઉક્ત પ્રતિમાને કાયાથી સમ્યક રીતે સ્પર્શ કરીને, આજ્ઞાપૂર્વક આરાધના કરીને, જ્યાં શ્રમણ ભગવાન મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા. શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! આપની આજ્ઞા હોય તો હું દ્વિમાસિકી ભિક્ષુપ્રતિમા સ્વીકાર કરીને, વિચરણ કરવાની ઈચ્છા રાખું છું.
ભગવાન– "હે દેવાનુપ્રિય! આપને જેમ સુખ ઊપજે તેમ કરો. શુભ કાર્યમાં વિલંબ ન કરો." તત્પશ્ચાત્ સ્કંદક અણગારે દ્વિમાસિકી ભિક્ષુ પ્રતિમાનો સ્વીકાર કર્યો અને તેનું સમ્યફ આરાધન
કર્યું
આ રીતે ત્રમાસિકી, ચાતુર્માસિક, પંચમાસિકી, છમાસિકી અને સપ્તમાસિકી ભિક્ષુ પ્રતિમાની યથાવત્ આરાધના કરી. તત્પશ્ચાતું પ્રથમ સપ્ત રાત્રિ-દિવસની, દ્વિતીય સપ્ત રાત્રિ-દિવસની અને