________________
शत:-२:6देश-१
| २३
અનુગામીરૂપ થશે. હે ભગવન્! તેથી હું આપની પાસે પ્રવ્રજિત થઈને, સ્વયં મુંડિત થવા ઈચ્છું છું. મારી ઈચ્છા છે કે આપ સ્વયં જ મને પ્રવ્રજિત કરો, મુંડિત કરો, આપ સ્વયં મને પ્રતિલેખનાદિ ક્રિયા શિખવો. સૂત્ર અને અર્થનું જ્ઞાન પ્રદાન કરો. હું ઈચ્છું છું કે, આપ મને જ્ઞાનાદિ આચાર, ગોચર િિભક્ષાચરી), વિનય, વિનયનું ફળ, ચારિત્ર વ્રિતાદિ અને પિંડ વિશુદ્ધિ આદિ કરણ તથા સંયમયાત્રા અને સંયમયાત્રાના નિર્વાહક આહારાદિની માત્રાના ગ્રહણરૂપ ધર્મ કહો. |४३ तए णं समणे भगवं महावीरे खंदयं कच्चायणसगोत्तं सयमेव पव्वावेइ जाव धम्ममाइक्खइ- एवं देवाणुप्पिया ! गंतव्वं, एवं चिट्ठियव्वं, एवं णिसीइयव्वं, एवं तुयट्टियव्वं, एवं भुंजियव्वं एवं भासियव्वं, एवं उठाए उट्ठाय पाणेहिं भूएहिं जीवेहिं सत्तेहिं संजमेणं संजमियव्वं, अस्सिं च णं अढे णो किंचि वि पमाइयव्वं।
तए णं से खंदए कच्चायणसगोत्ते समणस्स भगवओ महावीरस्स इमं एयारूवं धम्मियं उवएसं सम्म संपडिवज्जइ, तमाणाए तह गच्छइ, तह चिट्ठइ, तह णिसीयइ, तह तुयट्टइ, तह भुजइ, तह भासइ, तह उठाए उट्ठाय पाणेहिं भूएहि जीवेहिं सत्तेहिं संजेमणं संजमेइ, अस्सिं च णं अढे णो पमायइ । ભાવાર્થ :- ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સ્વયમેવ કાત્યાયનગોત્રી સ્કંદક પરિવ્રાજકને પ્રવ્રજિત કર્યા તેમજ મંડિત આદિ કરીને સ્વયમેવ ધર્મની શિક્ષા આપી. હે દેવાનુપ્રિય ! આ રીતે ચાલવું જોઈએ, આ રીતે ઊભું રહેવું જોઈએ, આ રીતે બેસવું જોઈએ, આ રીતે શયન કરવું જોઈએ, આ રીતે આહાર કરવો જોઈએ, આ રીતે બોલવું જોઈએ. આ રીતે સાવધાનતાપૂર્વક પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વના વિષયમાં સંયમપૂર્વક વર્તન કરવું જોઈએ. આ વિષયમાં જરા પણ પ્રમાદ ન કરવો જોઈએ.
તત્પશ્ચાત્ કાત્યાયનગોત્રીય સ્કંદમુનિએ શ્રમણભગવાન મહાવીરના પૂર્વોક્ત ધાર્મિક ઉપદેશનો સમ્યક પ્રકારે સ્વીકાર કર્યો અને જે પ્રકારે ભગવાન મહાવીરની આજ્ઞા હતી, તદનુસાર શ્રી સ્કંદક મુનિ ચાલવા લાગ્યા, તે જ રીતે ઊભા રહેવા લાગ્યા, તે જ રીતે બેસવા લાગ્યા, શયન કરવા લાગ્યા, ભોજન કરવા લાગ્યા, બોલવાની ક્રિયા કરવા લાગ્યા તથા તે જ પ્રમાણે પ્રાણ, ભૂત, જીવ અને સત્વો પ્રતિ સંયમપૂર્વક વર્તન કરવા લાગ્યા. આ વિષયમાં કિંચિત્ માત્ર પણ પ્રમાદ કરતા નહીં. |४४ तए णं से खदए कच्चायणसगोत्ते, अणगारे जाए, इरियासमिए भासासमिए एसणासमिए आयणभंडमत्त-णिक्खेवणासमिए, उच्चारपासवण-खेल- जल्ल- सिंघाण परिट्ठावणियासमिए, मणसमिए, वयसमिए कायसमिए, मणगुत्ते वयगुत्ते कायगुत्ते, गुत्ते गुतिंदिए गुत्तबंभयारी, चाई लज्जू धण्णे खतिखमे जिइदिए सोहिए अणियाणे अप्पुस्सुए अबहिल्लेसे सुसामण्णरए