________________
૨૪૨
શ્રી ભગવતી સૂત્ર–૧
णो पुणरवि इत्थत्थं हव्वमागच्छइ ?
हंता गोया ! मडाई णं णियंठे जाव णो पुणरवि इत्थत्थं हव्वमागच्छइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જેણે સંસારનો નિરોધ કર્યો છે, જેણે સંસારના પ્રપંચોનો નિરોધ કર્યો છે, તેમજ જેણે પોતાના કાર્યો સિદ્ધ કર્યા છે એવા પ્રાસુક ભોજી અણગાર શું પુનઃ મનુષ્યાદિ ચાર ગતિ વાળા સંસારને પ્રાપ્ત કરતા નથી ?
ઉત્તર– હા, ગૌતમ ! પૂર્વોક્ત સ્વરૂપવાળા નિગ્રંથ અણગાર પુનઃ મનુષ્યાદિ ચાર ગતિવાળા સંસારને પ્રાપ્ત કરતા નથી.
શ્ય સે હૈં મતે ! જિં વત્તવ્વ સિયા ?
गोयमा ! सिद्धे त्ति वत्तव्वं सिया । बुद्धे त्ति वत्तव्वं सिया । मुत्ते त्ति वत्तव्वं सिया । पारगए त्ति वत्तव्वं सिया । परंपरगए त्ति वत्तव्वं सिया । सिद्धे बुद्धे मुत्ते परिणिव्वुडे अंतकडे सव्वदुक्खप्पहीणे त्ति वत्तव्वं सिया સેવ મતે ! સેવ મતે ॥
ભાવાર્થ :પ્રશ્ન– હે ભગવન્ ! ચારગતિવાળા સંસારને પ્રાપ્ત નહીં કરનાર નિગ્રંથને કયા નામે ઓળખી શકાય ?
ઉત્તર– હે ગૌતમ ! પૂર્વોક્ત સ્વરૂપવાળા નિગ્રંથને 'સિદ્ધ', 'બુદ્ધ', 'મુક્ત', 'પારગત' [સંસારને પાર પામેલા], 'પરંપરાગત' [અનુક્રમે સંસારને પાર પામેલા] કહી શકાય છે. તેને સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત્ત, અન્તકૃત અને સર્વદુઃખ પ્રહીણ (રહિત)કહી શકાય છે.
હે ભગવન્ ! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન્ ! આ ભાવ આ જ પ્રકારે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મુક્તિને માટે અનિવાર્ય સાધનાનો અને લક્ષણોનો ઉલ્લેખ કર્યો છે, તેમાં અણગાર માટે મડાઈ વિશેષણનો પ્રયોગ છે.
મહારૂં :- આ વિશેષણના અનેક અર્થ થાય છે– (૧) મૃતભોજી, અચિત્તભોજી, પ્રાસુકભોજી (૨) મૃતયાચી = અચિત્ત પદાર્થની યાચના કરનાર (૩) મૃત + આ‹િ = આદિ એટલે સંસારની આદિ કરનાર વિષય કષાય જેના મૃત તુલ્ય થઈ ગયા છે તે મૃતાદિ. આ રીતે મડાઈ વિશેષણથી અણગારની ગુણસંપન્નતા પ્રગટ કરી છે. તેનો સામાન્ય અર્થ છે—પ્રાસુકભોજી અણગાર.
સૂત્રમાં સ્પષ્ટતા પૂર્વક કહ્યું છે કે અણગાર અચિત્તભોજી હોવા છતાં જ્યાં સુધી તેના ભવપ્રપંચનો—