________________
શતક-૨: ઉદ્દેશક-૧
_
[ ૨૩૯ ]
गोयमा! सिय ससरीरी णिक्खमइ, सिय असरीरी णिक्खमइ ।
से केणटेणं भंते ! एवं वुच्चइ- सिय ससरीरी णिक्खमइ, सिय असरीरी णिक्खमइ?
गोयमा ! वाउकायस्स णं चत्तारि सरीरया पण्णत्ता, तं जहा- ओरालिए, वेउव्विए, तेयए, कम्मए । ओरालियवेउव्वियाइं विप्पजहाय तेययकम्मएहिं णिक्खमइ, से तेणटेणं गोयमा ! एवं वुच्चइ- सिय ससरीरी, सिय असरीरी णिक्खमइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વાયુકાય મરે છે, ત્યારે શરીર સહિત નીકળે છે કે શરીર રહિત?
ઉત્તર- હે ગૌતમ! તે કોઈ અપેક્ષાએ શરીર સહિત નીકળે છે અને કોઈ અપેક્ષાએ શરીર રહિત નીકળે છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે, વાયુકાયનો જીવ કોઈ અપેક્ષાએ શરીર સહિત નીકળે છે અને કોઈ અપેક્ષાએ શરીર રહિત નીકળે છે?
ઉત્તર- હે ગૌતમ! વાયુકાયને ચાર શરીર છે, તે આ પ્રમાણે છે– (૧) ઔદારિક (૨) વૈક્રિય (૩) તૈજસ (૪) કામણ. તેમાંથી તે ઔદારિક અને વૈક્રિય શરીરને છોડીને પરલોકમાં જાય છે, આ અપેક્ષાએ તે શરીર રહિત જાય છે અને તૈજસ તથા કાર્મણ શરીરને સાથે લઈને જાય છે, આ અપેક્ષાએ તે શરીર સહિત [અશરીરી] જાય છે. હે ગૌતમ! તેથી એમ કહેવાય છે કે, વાયુકાય (મરીને અન્યભવમાં) કોઈ અપેક્ષાએ સશરીરી જાય છે અને કોઈ અપેક્ષાએ અશરીરી જાય છે.
વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં વાયુકાયના શ્વાસોચ્છવાસ આદિ સંબંધિત જિજ્ઞાસાઓનું સમાધાન કર્યું છે. વાયકાયનો શ્વાસોચ્છવાસ :- પ્રત્યેક પ્રાણી વાયુ-હવાનો શ્વાસોચ્છવાસ લે છે. આ સ્થલ દષ્ટિ છે અને શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને શ્વાસોચ્છવાસ રૂપે લે છે આ પારમાર્થિક દષ્ટિ છે. પ્રસ્તુત સૂત્રમાં સ્કૂલ દષ્ટિથી કથન છે. કારણ કે વ્યવહારથી કહેવાય છે કે સર્વ જીવો વાયુના–શ્વાસોચ્છવાસના આધારે જીવે છે. વિશેષ દષ્ટિએ તે વાયુને વૈજ્ઞાનિકો ઑક્સિજન કહે છે તેને બીજા શબ્દોમાં પ્રાણવાયુ પણ કહેવાય છે. જૈન સિદ્ધાંત તેને શ્વાસોચ્છવાસ વર્ગણા કહે છે. આ વાયુ અચિત્ત વાયુ છે. તાત્પર્ય એ છે કે વાયુકાય આદિ ૨૪ દંડકના પ્રત્યેક જીવો શ્વાસોચ્છવાસ વર્ગણાને શ્વાસોચ્છવાસ રૂપે ગ્રહણ કરે છે. વાયુકાયના શ્વાસોચ્છવાસ–સંબધી શંકા-સમાધાન :- આ સૂત્રોમાં સર્વ પ્રથમ એકેન્દ્રિય જીવોના શ્વાસોચ્છવાસની પૃચ્છા કરી ત્યાર પછી નારકી આદિ ચોવીસ દંડકના જીવોના શ્વાસોચ્છવાસ વિષયક પૃચ્છા છે, ત્યાર પછી ફરીથી વાયુકાય જીવોના શ્વાસોચ્છવાસની પૃચ્છા કરી છે. તેનું તાત્પર્ય એ છે કે