________________
૨૩૮ |
શ્રી ભગવતી સૂત્ર-૧
વ્યાઘાત થાય છે. તેથી તે ત્રણ, ચાર અથવા પાંચ દિશામાંથી શ્વાસોચ્છવાસ યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે છે પરંતુ વ્યાઘાત રહિત જીવ(નરયિકાદિ સર્વ ત્રસ જીવો) ત્રસનાડીની અંદર જ હોય છે, તેને વ્યાઘાત ન હોવાથી તે છ દિશાઓમાંથી શ્વાસોચ્છવાસ યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરી શકે છે. લોકના અંતે રહેલા જીવોને એક, બે કે ત્રણ દિશામાં અલોક હોય તો તે જીવ અલોકની દિશામાંથી શ્વાસોચ્છવાસ કે આહાર આદિના પુદ્ગલ ગ્રહણ કરતા નથી કારણ કે અલોકમાં કોઈ પુદ્ગલ હોતા નથી, માત્ર આકાશ જ હોય છે. વાયુકાયનો શ્વાસોશ્વાસ :| ७ वाउकाए णं भंते ! वाउकाए चेव आणमंति वा जाव णीससंति वा?
हंता गोयमा ! वाउकाए णं जाव णीससंति वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું વાયુકાય, વાયુકાયને જ બાહ્ય અને આત્યંતર ઉચ્છવાસ અને નિઃશ્વાસનાં રૂપમાં ગ્રહણ કરે છે અને છોડે છે?
ઉત્તર- હા, ગૌતમ! વાયુકાય, વાયુકાયને જ બાહ્ય અને આત્યંતર ઉચ્છવાસ અને નિઃશ્વાસના રૂપમાં ગ્રહણ કરે છે અને છોડે છે.
८ वाउकाए णं भंते ! वाउकाए चेव अणेगसयसहस्स खुत्तो उद्दाइत्ता, उद्दाइत्ता तत्थेव भुज्जो भुज्जो पच्चायाइ ?
हंता गोयमा ! जाव पच्चायाइ? ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું વાયુકાય, વાયુકાયમાં જ અનેક લાખ વાર મરીને પુનઃ પુનઃ વાયુકાયમાં જ ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હા, ગૌતમ! વાયુકાય, વાયુકાયમાં જ અનેક લાખ વાર મરીને પુનઃ પુનઃ ત્યાં જ ઉત્પન્ન થાય છે. | ९ से भंते ! किं पुढे उद्दाइ, अपुढे उद्दाइ ?
गोयमा ! पुढे उद्दाइ, णो अपुढे उद्दाइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું વાયુકાય સ્વકાયશસ્ત્રથી અથવા પરકાયશસ્ત્રથી સ્પષ્ટ થઈને મરે છે અથવા અસ્પષ્ટ–તેની સાથે ટકરાયા વિના જ મરણ પામે છે?
ઉત્તર- હે ગૌતમ! વાયુકાયસ્વિકાય અથવા પરકાયના શસ્ત્રથી], સ્પષ્ટ થઈને જ મરે છે. પરંતુ સ્પષ્ટ થયા વિના મરણ પામતા નથી. | १० से भंते ! किं ससरीरी णिक्खमइ, असरीरी णिक्खमइ?