________________
૨૧૪]
શ્રી ભગવતી સૂત્ર-૧ |
तए णं ते थेरा भगवंतो कालासवेसियपुत्तं अणगारं एवं वयासी- सद्दहाहि अज्जो ! पत्तियाहि अज्जो ! रोएहि अज्जो ! से जहेयं अम्हे वदामो । ભાવાર્થ :-સ્થવિર ભગવંતોનો ઉત્તર સાંભળીને તે કાલાસ્યવેષિ પુત્ર અણગાર બોધને પ્રાપ્ત થયા અને તેણે વિર ભગવંતોને વંદના કરી, નમસ્કાર કર્યા, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! આપૂર્વોક્ત] પદોને પૂર્વે જાણ્યા ન હોવાથી, પૂર્વે સાંભળ્યા ન હોવાથી, બોધ થયો ન હોવાથી, અભિગમજ્ઞાન] થયું ન હોવાથી, અદષ્ટ હોવાથી, અવિચારિત હોવાથી, ન સાંભળેલ હોવાથી, અવિજ્ઞાત હોવાથી, અપ્રગટ, અનિર્ણિત, અનુદ્ધત અને અનવધારિત આ વિષયમાં મને શ્રદ્ધા ન હતી, પ્રતીતિ ન હતી, રુચિ ન હતી.
પરંતુ હે ભગવન્! હવે આ પદોને જાણી લેવાથી, સાંભળી લેવાથી, બોધ થવાથી, અભિગમ થવાથી, દષ્ટ થવાથી, ચિંતન કરવાથી, શ્રુત થવાથી, વિશેષરૂપે જાણવાથી, આપ દ્વારા કથિત થવાથી, નિર્ણિત થવાથી, ઉદ્ધત થવાથી અને આ પદોનું અવધારણ થવાથી આ વિષય પર હું શ્રદ્ધા કરું છું, પ્રતીતિ કરું છું, રુચિ કરું છું. હે ભગવન્! આપ જે કહો છો તે યથાર્થ છે, તે આ જ પ્રમાણે છે.
ત્યારે સ્થવિર ભગવંતોએ કાલ્યસ્યવેષિ પુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું, "હે આર્ય! અમે જેમ કહીએ છીએ તેમજ શ્રદ્ધા કરો, હે આર્ય! તેની પ્રતીતિ કરો, હે આર્ય! તેમાં જ રુચિ કરો." | २७ तए णं से कालासवेसियपुत्ते अणगारे थेरे भगवंते वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं भंते ! तुब्भं अंतिए चाउज्जामाओ धम्माओ पंचमहव्वइयं सपडिक्कमणं धम्म उवसंपज्जित्ताणं विहरित्तए । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं ।
ભાવાર્થ :- તત્પશ્ચાતુ કાલાસ્યવેષિપુત્ર અણગારે તે સ્થવિર ભગવંતોને વંદના કરી, નમસ્કાર કર્યા અને આ પ્રમાણે કહ્યું, "હે ભગવન્! પહેલા મેં ભગવાન પાર્શ્વનાથ પાસે ચાતુર્યામ ધર્મનો સ્વીકાર કર્યો છે. હવે હું આપની પાસે પ્રતિક્રમણ સહિત પંચમહાવ્રતરૂપ ધર્મ સ્વીકારીને, વિચરણ કરવાની ઈચ્છા રાખું છું"
સ્થવિર– "હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઊપજે તેમ કરો. પરંતુ આ શુભકાર્યમાં) વિલંબ (પ્રતિબંધ) ન
કરો."
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પાર્શ્વનાથ પ્રભુની પરંપરાના શ્રી કાલાસ્યવેષિપુત્ર અણગારના પ્રશ્નો અને પ્રભુ મહાવીરની પરંપરાના સ્થવિર ભગવંતોના ઉત્તરો છે. તેમાં છ પદ વિશેષ વિચારણીય છે. (૧) સામાયિક