________________
૨૧૨ |
શ્રી ભગવતી સૂત્ર-૧
તેની પાસે આવીને તેણે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું, "હે સ્થવિરો ! આપ સામાયિકને જાણતા નથી, સામાયિકના અર્થને જાણતા નથી, આપ પ્રત્યાખ્યાનને જાણતા નથી, પ્રત્યાખ્યાનના અર્થને જાણતા નથી, આપ સંયમને જાણતા નથી, સંયમના અર્થને જાણતા નથી, સંવરને જાણતા નથી, સંવરના અર્થને જાણતા નથી, તે સ્થવિરો ! આપ વિવેકને જાણતા નથી, વિવેકના અર્થને જાણતા નથી, આપ વ્યુત્સર્ગને જાણતા નથી, વ્યુત્સર્ગના અર્થને જાણતા નથી." | २२ तए णं ते थेरा भगवंतो कालासवेसियपुत्तं अणगारं एवं वयासीजाणामो णं अज्जो ! सामाइयं जाणामो णं अज्जो ! सामाइयस्स अटुं जाव जाणामो णं अज्जो ! विउस्सग्गस्स अटुं । ભાવાર્થ :- સ્થવિર ભગવન્તોએ કાલાસ્યવેષિપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું, 'હે આર્ય! અમે સામાયિકને જાણીએ છીએ, સામાયિકના અર્થને જાણીએ છીએ. તેમજ વ્યુત્સર્ગ પર્વતના પદોને અને તેના અર્થને પણ જાણીએ છીએ. | २३ तए णं से कालासवेसियपुत्ते अणगारे ते थेरे भगवंते एवं वयासी- जइ णं अज्जो ! तब्भे जाणह सामाइयं जाणह सामाइयस्स अट्रं जावजाणह विउस्सग्गस्स अटुं । किं भे अज्जो ! सामाइए ? किं भे अज्जो! सामाइयस्स अट्ठे ? जाव किं भे अज्जो विउस्सग्गस्स अट्ठे ?
तए णं ते थेरा भगवंतो कालासवेसियपुत्तं अणगारं एवं वयासी- आया णे अज्जो! सामाइए, आया णे अज्जो ! सामाइयस्सअढे जाव विउस्सग्गस्स अट्टे ।
ભાવાર્થ :- પ્રશ્ન- તત્પશ્ચાતુ કાલ્યાસ્યવેષિ પુત્ર અણગારે તે સ્થવિર ભગવંતોને આ પ્રમાણે કહ્યું, હે આર્યો ! જો આપ સામાયિકને અને સામાયિકના અર્થથી લઈ વ્યુત્સર્ગ અને વ્યુત્સર્ગના અર્થને જાણો છો, તો હે આર્યો ! આપના મતાનુસાર) સામાયિક શું છે? અને સામાયિકનો અર્થ શું છે? તેમજ વ્યુત્સર્ગ પર્યતના પદો શું છે? અને વ્યુત્સર્ગ પર્યતના પદોનો અર્થ શું છે?
ઉત્તર- ત્યારે તે સ્થવિર ભગવંતોએ કાલાસ્યવેષિ પુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું કે હે આર્ય! આપણો આત્મા જ સામાયિક છે અને આપણો આત્મા જ સામાયિકનો અર્થ છે તેમજ આપણો આત્મા જ વ્યુત્સર્ગ આદિ છે અને આપણો આત્મા જ વ્યુત્સર્ગ આદિનો અર્થ છે. २४ तए णं से कालासवेसियपुत्ते अणगारे थेरे भगवंते एवं वयासी- जइ भे अज्जो ! आया सामाइए, आया सामाइयस्स अटे, एवं जाव आया विउस्सग्गस्स अटे, अवहट्ट कोह-माया-लोभे किमटुं अज्जो ! गरहह ?