________________
[ ૨૧૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
| ઉત્તર- હે ગૌતમ ! અન્યતીર્થિક જે આ પ્રમાણે કહે છે કે એક જીવ એક સમયમાં બે આયુષ્યનું વેદન કરે છે. યથા- આ ભવનું આયુષ્ય અને પરભવનું આયુષ્ય. તેઓનું આ કથન મિથ્યા છે. હે ગૌતમ! હું આ પ્રમાણે કહું છું યાવત્ પ્રરૂપણા કરું છું કે એક જીવ એક સમયમાં એક આયુષ્યનું વેદન કરે છે. આ ભવનું (મનુષ્યભવ)આયુષ્ય અથવા પરભવનું આયુષ્ય જે સમયે આ ભવના આયુષ્યનું વેદન કરે છે, તે સમયે પરભવના આયુષ્યનું વેદન કરતા નથી. જે સમયે પરભવના આયુષ્યનું વેદન કરે છે, તે સમયે આ ભવના આયુષ્યનું વેદન કરતા નથી. આ ભવના આયુષ્યનું વેદન કરતાં પરભવના આયુષ્યનું અને પરભવના આયુષ્યનું વેદન કરતાં આ ભવના આયુષ્યનું વેદન કરતા નથી. આ પ્રકારે એક જીવ એક સમયમાં એક આયુષ્યનું વેદન કરે છે– આ ભવનું આયુષ્યનું અથવા પરભવનું આયુષ્યનું.
હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન! આ ભાવ આ જ પ્રકારે છે.
વિવેચન :
આ સૂત્રમાં આયુષ્ય વેદન સંબંધી સ્વમત તથા અન્યમતની પ્રરૂપણાનું પ્રતિપાદન છે. અન્યતીર્થિક પ્રરૂપણા - એક સમયમાં એક જીવ બે આયુષ્યનું વેદન કરે છે. આ ભવનું આયુષ્ય અને પરભવનું આયુષ્ય.
સ્વમત પ્રરૂપણાઃ- એકસમયમાં એક જ આયુષ્યનું વદન થાય છે. જ્યારે આ(મનુષ્ય) ભવના આયુષ્યનું વેદન થાય, ત્યારે પરભવ(અન્યગતિ)ના આયુષ્યનું વેદન થતું નથી અને જ્યારે પરભવ(અન્યગતિ)ના આયુષ્યનું વેદન થાય, ત્યારે આ ભવ(મનુષ્ય)ના આયુષ્યનું વેદન થતું નથી.
તાત્પર્ય એ છે કે જે ગતિનું આયુષ્ય બાંધીને જીવ જ્યાં જાય છે તે ભવમાં તે એક જ આયુષ્યને જીવનપર્યત ભોગવે છે. તેમજ પ્રત્યેક ભવનું આયુષ્ય ભોગવતાં એક જ આગામી ભવનું આયુષ્ય બાંધે છે. આયુષ્ય બંધ અનુસાર તેનો જન્મ થાય અને પૂર્વબદ્ધ એક જ આયુષ્ય ભોગવાય છે. આ રીતની પરંપરા ચાલે છે.
પર :- સૂત્રમાં વેદૃ કે વંધેટ્ટ ક્રિયાપદનો પ્રયોગ નથી. પરે ક્રિયાપદનો પ્રયોગ છે. સૂત્રકારે આપેલા ઉત્તરથી સ્પષ્ટ થાય છે કે પરે ક્રિયાપદ બંધ અથવા વેદન બંને અર્થમાં પ્રયુક્ત છે. તેમજ આ ભવનો અર્થ મનુષ્યભવ અને પરભવનો અર્થ અન્યગતિનો ભવ સમજવો જોઈએ.
- જો આ ભવનો અર્થ 'વર્તમાનભવ' અને પરભવનો અર્થ 'આગામી ભવ' કરીએ તો સ્વમત પ્રરૂપણાનો ઉત્તર ઘટિત થાય નહીં. કારણ કે વર્તમાન ભવમાં જીવ વર્તમાન ભવના આયુષ્યને ભોગવે છે અને આગામી ભવનું આયુષ્ય બાંધે છે. પરંતુ સૂત્રકારે કહ્યું છે કે "આ ભવ કે પરભવ કોઈ પણ એક જ આયુષ્ય કરે છે." તેથી આ ભવનો અર્થ મનુષ્યભવ અને પરભવનો અર્થ અન્યગતિના ભવ, તે પ્રમાણે થાય છે.