________________
શતક-૧: ઉદ્દેશક-૮
_.
[ ૧૯૭ ]
સવીર્ય પણ છે અને અવીર્ય પણ છે.
પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! જે નૈરયિકોમાં ઉત્થાન, કર્મ, બલ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ છે, તે નારકી લબ્ધિવીર્ય અને કરણવીર્ય બંનેથી સવાર્ય છે અને જે નારકી ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર, પરાક્રમથી રહિત છે, તે લબ્ધિવીર્યથી તો સવાર્ય છે પરંતુ કરણવીર્યથી અવાર્ય છે. હે ગૌતમ! તેથી પૂર્વોક્ત કથન કર્યું
|१९ जहा णेरइया, एवं जाव पंचदियतिरिक्खजोणिया । मणुसा जहा
ओहिया जीवा, णवरं सिद्धवज्जा भाणियव्वा । वाणमंतरजोइसवेमाणिया जहा रइया ॥ सेवं भंते ! सेवं भंते ॥ ભાવાર્થ :- જે રીતે નૈરયિકોના વિષયમાં કથન કર્યું. તે જ રીતે પંચેન્દ્રિય તિર્યંચયોનિક પર્યંતના જીવોને માટે સમજવું જોઈએ. મનુષ્યના વિષયમાં સામાન્ય જીવોની સમાન સમજવું. વિશેષતા એ છે કે સિદ્ધોનું કથન ન કરવું જોઈએ.
વાણવ્યંતર જ્યોતિષી અને વૈમાનિક દેવોના વિષયમાં નૈરયિકોની સમાન સમજવું. હે ભગવન્! આ ભાવ આ જ પ્રકારે છે, હે ભગવન! આ ભાવ આ જ પ્રકારે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય જીવ અને ૨૪ દંડકના જીવોમાં વીર્યની વિચારણા કરી છે. આ વિચારણા શારીરિક વીર્યની અપેક્ષાએ છે. કારણ કે પ્રથમ સૂત્રમાં સમુચ્ચય જીવની પૃચ્છા છે. તેમાં સૂત્રકારે સંસારી અને સિદ્ધ એવા જીવના બે ભેદ કરી, સિદ્ધોને અવીર્ય કહ્યા છે. ત્યાર પછી સંસારી જીવો માટે લબ્ધિ અને કરણવીર્યની અપેક્ષાએ કથન કર્યું છે.
લબ્ધિવીર્ય = સામર્થ્ય(ક્ષમતા)રૂપ વીર્ય અને કરણવીર્ય = સામર્થ્યરૂપ વીર્ય જ્યારે ઉત્થાન, બલ, કર્મ આદિ દ્વારા ક્રિયાત્મક બને ત્યારે તેને કરણવીર્ય કહે છે. સિદ્ધોમાં આ બંને પ્રકારના શારીરિક વીર્ય ન હોવાથી 'શિલ્લા વરિયા' તે પ્રમાણે કથન છે.
સંસારી જીવોમાં અપર્યાપ્ત અવસ્થામાં ઉત્થાનાદિન હોવાથી, સામર્થ્ય હોવા છતાં વીર્ય ક્રિયાત્મક થતું નથી. તેથી લબ્ધિવીર્યથી સવીર્ય અને કરણવીર્યથી અવીર્ય હોય છે, તેમ ટીકાકારે સ્પષ્ટ કર્યું છે. તે જ રીતે શૈલીશી અવસ્થામાં પણ વીર્યનો પ્રયોગ નથી. કારણ કે શૈલેશી અવસ્થામાં કેવળી ભગવાન મન, વચન અને કાયાના યોગોનું રૂંધન કરે છે અને અયોગી બને છે. તેથી ત્યાં પણ લબ્ધિની અપેક્ષાએ સવીર્ય અને કરણવીર્યની અપેક્ષાએ અવીર્ય હોય છે.