________________
શતક-૧: ઉદ્દેશક-૮
_.
૧૯૫
વીર્યઅલ્પ શક્તિવાળા હોય છે તે હારે છે. १६ से केणतुणं भंते ! जाव पराइज्जइ ?
गोयमा ! जस्स णं वीरियवज्झाई कम्माइं णो बद्धाई, णो पुट्ठाई जाव णो अभिसमण्णागयाइं, णो उदिण्णाइं; उवसंताई भवंति से णं पराइणइ । जस्स णं वीरियवज्झाई कम्माइं बद्धाइं जाव उदिण्णाई, णो उवसंताई भवंति; स णं पुरिसे पराइज्जइ, सेतेणटेणं गोयमा ! एवं वुच्चइ-सविरिए पराइणइ, अविरिए पराइज्जइ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે વીર્યવાન પુરુષ જીતે છે અને અલ્પ વીર્યપુરુષ હારે છે?
ઉત્તર- હે ગૌતમ! જેણે વીર્ય વિઘાતક કર્મો બાંધ્યાં નથી, સ્પર્ધો નથી,(નિધત્ત કે નિકાચિત કર્યા નથી), પ્રાપ્ત કર્યા નથી, તેવા તે કર્મો ઉદયમાં આવ્યાં નથી પરંતુ ઉપશાંત છે, તે પુરુષ જીતે છે. જેણે વીર્યવિઘાતક કર્મો બાંધ્યા છે, સ્પર્શ કર્યા છે, નિધત્ત અને નિકાચિત કર્યા છે તેવા તે કર્મો ઉદયમાં આવ્યા છે પરંતુ ઉપશાંત નથી, તે પુરુષ પરાજિત થાય છે. હે ગૌતમ ! તેથી એમ કહેવાય છે કે વીર્ય પુરુષ વિજયી થાય છે અને અલ્પવીર્યવાળા પુરુષ પરાજિત થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં બે પુરુષોની શરીર, વય, ત્વચા તથા શસ્ત્રાદિ સાધનોમાં સદશતા હોવા છતાં પણ એકનો જય અને એકનો પરાજય થવાનું કારણ બતાવ્યું છે. વીર્યવાન અને અલ્પવીર્ય - વસ્તુતઃ વીર્ય એટલે આત્મિક શક્તિ, મનોબલ, ઉત્સાહ, સાહસ અને પ્રચંડ પરાક્રમ ઈત્યાદિ. જેમાં આ પ્રકારનું પ્રચંડ વિર્ય હોય, જે વીર્ય વિઘાતક કર્મરહિત હોય તે યુદ્ધમાં જયને પામે છે અને તેથી વિપરીત જેનું પરાક્રમ મંદ હોય અને જે વીર્યવિઘાતક કર્મ યુક્ત હોય તો તે પરાજયને પામે છે.
વીર્ય વિચાર :| १७ जीवा णं भंते ! किं सवीरिया, अवीरिया ? गोयमा ! सवीरिया वि, अवीरिया वि ।
से केणटेणं भंते ! एवं वुच्चइ ? ___ गोयमा ! जीवा दुविहा पण्णत्ता, तं जहा- संसारसमावण्णगा य, असंसार समावण्णगा य । तत्थ णं जे ते असंसारसमावण्णगा ते णं सिद्धा,