________________
શતક–૧ઃ ઉદ્દેશક-૭
જાય છે પરંતુ ભાવેન્દ્રિય આત્માની લબ્ધિ-શક્તિ વિશેષ અથવા કર્મોના ક્ષયોપશમ રૂપ]ની અપેક્ષાએ ઈન્દ્રિય સહિત જાય છે.
૧૭૭
(૨) સ્થૂલ શરીર [ઔદારિક, વૈક્રિય કે આહારક]ની અપેક્ષાએ શરીર રહિત જાય છે પરંતુ સૂક્ષ્મ શરીર [તૈજસ–કાર્મણ]ની અપેક્ષાએ શરીર સહિત જાય છે.
ગર્ભગત જીવના આહારાદિ = • ગર્ભમાં ઉત્પન્ન થતાં પ્રથમ સમયે માતાના રૂધિર અને પિતાના વીર્યના સમ્મિશ્રણને આહારરૂપે ગ્રહણ કરે છે. તત્પશ્ચાત્ માતાએ ગ્રહણ કરેલા રસવિકારોનો એક ભાગ ઓજ રૂપે ગ્રહણ કરે છે. ગર્ભસ્થ જીવને મલ–મૂત્રાદિ હોતા નથી કારણ કે તે જીવ જે આહાર ગ્રહણ કરે છે તેને શ્રોતેન્દ્રિયાદિ રૂપે પરિણમાવે છે. તે સર્વાત્મરૂપે આહાર ગ્રહણ કરે છે. રસહરણી નાડી [નાભિકા નાલ] દ્વારા ગર્ભગત જીવ માતાના શરીરમાંથી રસ ગ્રહણ કરે છે. માતાની રસહરણી દ્વારા જે આહાર થાય તેને પ્રક્ષેપાહાર કહી શકાય છે. તે નાડી માતાના જીવ સાથે પ્રતિબદ્ધ અને સંતાનના જીવ સાથે સ્પષ્ટ હોય છે અને બીજી પુત્રજીવરસહરણી દ્વારા ગર્ભસ્થ જીવ આહારનો ચય—ઉપચય કરે છે. તેથી ગર્ભસ્થ જીવ પરિપુષ્ટિને પ્રાપ્ત કરે છે. તે નાડી સંતાનના જીવ સાથે પ્રતિબદ્ધ અને માતાના જીવ સાથે સૃષ્ટ હોય છે.
ગર્ભગત જીવના અંગોપાંગ :
१७ कइ णं भंते ! माइयंगा पण्णत्ता ?
गोयमा ! तओ माइयंगा पण्णत्ता, , તેં નહા- મસે, સોર્િ, મત્યુતાને
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! [જીવના શરીરમાં] માતાના કેટલાં અંગ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! માતાના ત્રણ અંગ હોય છે, તે આ પ્રમાણે છે. (૧) માંસ (૨) શોણિત અને (૩)
મગજ.
१८ कइ णं भंते ! पिइयंगा पण्णत्ता ?
નોયમા ! તેઓ પિડ્વના પળત્તા, તેં નહા- કુિં, અફ઼િમિના, જેલમસુરોમ- પદે ।
ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! [જીવના શરીરમાં] પિતાના કેટલાં અંગ હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! પિતાના ત્રણ અંગ હોય છે, તે આ પ્રમાણે છે. (૧) અસ્થિ (૨) મજ્જા [હાડકાની મધ્યનો ભાગ](૩) કેશ, દાઢી-મૂછ, રોમ તથા નખ.
१९ अम्मापिइए णं भंते ! सरीरए केवइयं कालं संचिट्ठइ ?
गोयमा ! जावइयं से कालं भवधारणिज्जे सरीरए अव्वावण्णे भवइ एवइयं