________________
૧૭૬ |
શ્રી ભગવતી સૂત્ર-૧
आहच्च परिणामेइ, आहच्च उस्ससइ, आहच्च णीससइ । __माउजीवरसहरणी, पुत्तजीवरसहरणी, माउजीवपडिबद्धा पुत्तजीवंफुडा तम्हा आहारेइ, तम्हा परिणामेइ । __ अवरा वि य णं पुत्तजीवपडिबद्धा माउजीवंफुडा तम्हा चिणाइ, तम्हा उवचिणाइ; से तेणटेणं गोयमा ! जाव णो पभू मुहेणं कावलियं आहारं आहारित्तए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ગર્ભગત જીવ મુખથી કવલાહાર કરી શકે છે?
ઉત્તર- હે ગૌતમ! તે શક્ય નથી. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ ! ગર્ભગત જીવ સર્વ આત્મપ્રદેશોથી (સંપૂર્ણ શરીરથી) આહાર કરે છે. સર્વ આત્મપ્રદેશોથી (સંપૂર્ણ શરીરથી)પરિણમાવે છે. સર્વાત્મપ્રદેશથી ઉચ્છવાસ લે છે, સર્વાત્મપ્રદેશથી નિઃશ્વાસ મૂકે છે, વારંવાર આહાર લે છે, વારંવાર પરિણમાવે છે, વારંવાર ઉચ્છવાસ લે છે, વારંવાર નિઃશ્વાસ મૂકે છે, કદાચિત્ આહાર લે છે, કદાચિત પરિણાવે છે, કદાચિત્ ઉચ્છવાસ લે છે, કદાચિત્ નિઃશ્વાસ મૂકે છે તથા પુત્રના જીવને રસ પહોંચાડનારી અને માતાના રસ લેવામાં કારણભૂત જે માતૃજીવરસહરણી નામની નાડી છે, તે માતાના જીવન સાથે સંબદ્ધ છે અને પુત્રના જીવની સાથે સ્પષ્ટ–જોડાયેલી છે, તે નાડી દ્વારા ગર્ભગત જીવ આહાર ગ્રહણ કરે છે, આહાર પરિસમાવે છે તથા એક નાડી પુત્રના જીવ સાથે સંબદ્ધ અને માતાના જીવ સાથે સ્પષ્ટ–જોડાયેલી છે, તે નાડી દ્વારા ગર્ભગત જીવ આહારનો ચય કરે છે અને ઉપચય કરે છે. હે ગૌતમ ! તેથી ગર્ભગત જીવ મુખ દ્વારા કવલાહાર કરતો નથી. વિવેચન :
જૈન દર્શન કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતનો સ્વીકાર કરે છે. કર્મ અનુસાર પુનર્જન્મ થાય છે. જીવ જ્યારે એક જન્મ(આયુષ્ય) પૂર્ણ કરીને પુનર્જન્મ ધારણ કરે છે, ત્યારે જીવ શું આ જન્મની ઋદ્ધિને સાથે લઈને જાય છે? તેના નવા શરીરનું નિર્માણ કેવી રીતે થાય છે? તેની પુષ્ટિ કેવી રીતે થાય છે? ઈત્યાદિ પ્રશ્નોના સમાધાન માટે શ્રી ગૌતમે ગર્ભગત જીવો વિષયક મહત્વના પ્રશ્ન પૂછ્યા છે. પુનર્જન્મમાં શું સાથે લઈને જાય છે ? :- મૃત્યુ સમયે જીવ સ્કૂલ શરીર અને સ્થલ ઈન્દ્રિયો વગેરેને છોડી દે છે પરંતુ તેના આત્મા સાથે એકમેક થયેલા કર્મો, તેના સંસ્કારો તેમજ સૂક્ષ્મ શરીરને, કર્મોના ક્ષયોપશમ રૂ૫ ભાવેન્દ્રિયને સાથે લઈ જાય છે. (૧) શ્રી ગૌતમનો પ્રથમ પ્રશ્ન છે કે ગર્ભગત જીવ ઈન્દ્રિય સહિત ઉત્પન્ન થાય છે કે ઈન્દ્રિય રહિત? પ્રભુએ તેનો પ્રત્યુત્તર સાપેક્ષવાદથી આપ્યો છે. દ્રવ્યન્દ્રિય પૌલિક રચના વિશેષ)ની અપેક્ષાએ ઈન્દ્રિય રહિત