________________
૧૪૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
છે, તપાવે છે અને વિશેષ તપાવે છે?
ઉત્તર- હા, ગૌતમ ! ઉદય થતો સુર્ય જેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તેમજ અત્યંત તપાવે છે તેટલા જ ક્ષેત્રને અસ્ત થતો સૂર્ય પણ પ્રકાશિત કરે છે, તેમજ અત્યંત તપાવે છે. | ३ तं भंते ! किं पुढे ओभासेइ, अपुटुं ओभासेइ ? जाव छदिसि ओभासेइ । एवं उज्जोवेइ, तवेइ, पभासेइ जाव णियमा छद्दिसिं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય જે ક્ષેત્રને પ્રકાશિત કરે છે તે ક્ષેત્ર શું સૂર્યથી સ્પષ્ટ-સ્પર્શ કરાયેલું છે? કે અસ્પષ્ટ છે?
ઉત્તર- હે ગૌતમ! તે ક્ષેત્ર સૂર્યથી (સૂર્યના કિરણોથી) સ્પષ્ટ હોય છે અને તે ક્ષેત્રને છ દિશાઓમાં પ્રકાશિત કરે છે. આ જ પ્રમાણે ઉદ્યોતિત કરે છે, તપાવે છે, વિશેષ તપાવે છે, નિયમપૂર્વક છ દિશાઓમાં અત્યંત તપાવે છે. ત્યાં સુધીનું કથન કરવું જોઈએ. | ४ से णूणं भंते ! सव्वं ति सव्वावंति फुसमाणकाल समयंसि जावइयं खेत्तं फुसइ, तावइयं 'फुसमाणे पुढे' त्ति वत्तव्वं सिया ?
हंता गोयमा ! सव्वं ति जाव वत्तव्वं सिया ।
तं भंते ! किं पुढे फुसइ अपुढे फुसइ ? जाव णियमा छद्दिसिं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સમસ્ત દિશાઓમાં, સર્વરૂપે (સર્વાત્મના) સ્પૃશ્યમાન કાલમાં જેટલા ક્ષેત્રનો સૂર્ય સ્પર્શ કરે છે તેટલા ક્ષેત્રને સ્પષ્ટ કહી શકાય છે?
ઉત્તર- હા, ગૌતમ! તે 'સ્પૃશ્યમાન પૃષ્ટ' એ પ્રમાણે કહી શકાય છે. પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય પૃષ્ટ ક્ષેત્રને સ્પર્શ કરે છે કે અસ્પષ્ટ ક્ષેત્રને સ્પર્શ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! સૂર્ય પૃષ્ટ ક્ષેત્રને સ્પર્શે છે, તેમજ નિયમ છ દિશાઓનો સ્પર્શ કરે છે. ત્યાં સુધીનું કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત ચાર સુત્રમાં સૂર્ય દ્વારા થતો ક્ષેત્ર સ્પર્શ તથા તાપ દ્વારા ઉક્ત ક્ષેત્રને પ્રકાશિત, પ્રતાપિત એવં સ્પષ્ટ કરવાના વિષયમાં પ્રશ્નોત્તર છે. સૂર્ય કેટલે દૂરથી દેખાય છે? :- મૂળપાઠમાં તેનો કોઈ સ્પષ્ટ નિર્દેશ નથી. પરંતુ ઉદય અને અસ્ત સમયે તે એક સરખો દૂર હોય છે અને ચક્ષુગોચર થાય છે. ઉદય અને અસ્ત સમયે એક સમાન ક્ષેત્રને