________________
શતક-૧: ઉદ્દેશક-૬
.
[ ૧૪૫]
'શતક-૧ : ઉદ્દેશક-૬]
પાવન
સૂર્યના ઉદયાસ્ત સમયની વિવિધ વિચારણા - | १ जावइयाओ य णं भंते ! उवासंतराओ उदयंते सरिए चक्खुप्फासं हव्व- मागच्छइ, अत्थमंते वि य णं सूरिए तावइयाओ चेव उवासंतराओ चक्खुप्फास हव्वमागच्छइ ?
हंता गोयमा ! जावइयाओ णं उवासंतराओ उदयंते सूरिए चक्खुप्फासं हव्वमागच्छइ अत्थमते वि सूरिए जाव हव्वमागच्छइ। શબ્દાર્થ :- જાફો = જેટલા, ૩વસંત = આકાશાંતરથી, અવકાશાન્તરથી, ૩યતે – ઉદય થતો, વકુi = ચક્ષુ સ્પર્શ-નજરે દેખાવું, દષ્ટિગોચર થવું, અસ્થમતે = અસ્ત થતો, બં = શીધ્ર, આ શબ્દનો પ્રયોગ 'હા' શબ્દની જેમ વાક્યાલંકાર માટે થાય છે. ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! જેટલા અવકાશાન્તરથી અર્થાત્ જેટલે દૂરથી ઉદય થતો સૂર્ય આંખોથી જોઈ શકાય છે તેટલા જ દૂરથી શું અસ્ત થતો સૂર્ય પણ દષ્ટિગોચર થાય છે?
ઉત્તર-હા, ગૌતમ! જેટલે દૂરથી ઉદય થતો સૂર્ય દષ્ટિગોચર થાય છે તેટલા જ દૂરથી અસ્ત થતો સૂર્ય પણ દષ્ટિગોચર થાય છે.
२ जावइया णं भंते ! खित्तं उदयंते सूरिए आयवेणं सव्वओ समंता ओभासइ उज्जोएइ तवेइ पभासेइ; अत्थमंते वि य णं सूरिए तावइयं चेव खित्तं आयवेणं सव्वओ समंता ओभासेइ उज्जोएइ तवेइ पभासेइ ?
हंता गोयमा ! जावइयं णं खेत्तं जाव पभासेइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઉદય થતો સૂર્ય પોતાના આતપ-તાપથી જેટલા ક્ષેત્રને ચારે તરફથી, (સર્વ દિશા અને વિદિશાને) પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે, તપાવે છે અને વિશેષ તપાવે છે, શું તેટલા જ ક્ષેત્રને અસ્ત થતો સુર્ય પણ પોતાના તાપથી સર્વ દિશા અને વિદિશાઓને પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે