________________
૧૦૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! મોહનીય કર્મનું વેદન કરતો જીવ આ પ્રકારે અપક્રમણ શા માટે કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! પહેલા તેને આ પ્રકારે જિન-કથિન તત્ત્વ પર રુચિ હતી, હવે પછી (મોહકર્મના ઉદયે) તે પ્રકારની રુચિ રહેતી નથી. તેથી તે અપક્રમણ કરે છે.
વિવેચન :
આ સૂત્રોમાં મોહનીય કર્મના ઉદયમાં અને મોહનીય કર્મની ઉપશમ–ઉપશાંત દશામાં જીવનું ઉપસ્થાન અને અવક્રમણ કેવી રીતે થાય છે તે દર્શાવ્યું છે.
ઉપસ્થાનનો અર્થ - ઉપસ્થાન એટલે ઉપર ઊઠવું, ઉપરના સ્થાન પ્રાપ્ત કરવા. મિથ્યાત્વ મોહનીયના ઉદયમાં જીવ આધ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ કરી શકતો નથી. મિથ્યાત્વના ઉદયમાં ઉપર ઊઠવાપણું શક્ય જ નથી. મિથ્યાત્વી જીવ આત્મિક વિકાસ ભલે ન કરી શકે પરંતુ ભૌતિક રીતે, પુણ્ય યોગે દેવલોક વગેરેના સુખ મેળવવા રૂપ વિકાસ સાધી શકે છે. પરલોકમાં નવરૈવેયક પર્વતની વૈમાનિક દેવ ગતિની પણ પ્રાપ્તિ કરી શકે છે. તેથી અહીં ઉપસ્થાન શબ્દથી પરલોક સંબંધી ક્રિયા-મૃત્યુ સમયની ક્રિયા તેવો અર્થ ગ્રહણ કરવામાં આવે છે અર્થાત્ પરલોકમાં દેવાદિગતિ પ્રાપ્ત કરવા યોગ્ય અનુષ્ઠાન, સંયમક્રિયા કે બાલતા વગેરે ઉપસ્થાન શબ્દથી સૂચિત છે. અપક્રમણનો અર્થ :- અપક્રમણ એટલે નીચે ઊતરવું. ઉત્તમ ગુણસ્થાનથી હીનતૂર ગુણસ્થાને આવવું. ચારિત્રની પ્રધાનતાની અપેક્ષાએ છઠ્ઠ અને છઠ્ઠાથી ઉપરના ગુણસ્થાન ઉત્તમ કહેવાય છે અને પ્રથમ ગુણસ્થાનક હીનતર કહેવાય છે. અવક્રમણ શબ્દ ઉપસ્થાનથી વિરોધી ધરાવે છે.
જીવ આ ઉપસ્થાન–ઉર્ધ્વગમન ક્રિયા અને અપક્રમણ–પતનકારક ક્રિયા, પોતાના વીર્ય-શક્તિ દ્વારા કરે છે. તે ક્રિયાનો કર્તા જીવ છે અને જે વીર્ય દ્વારા ક્રિયા કરે છે, તે વીર્યના ત્રણ પ્રકાર છે. ત્રિવિધ વીર્ય :- (૧) બાલવીર્ય- મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધીના ઉદયવર્તી અથવા અપ્રત્યાખ્યાનાવરણીય કષાય ચારિત્ર મોહનીયના ઉદયવર્તી જીવોનું અર્થાત્ એકથી ચાર ગુણસ્થાનવર્તી મિથ્યાત્વી, અવિરત સમ્યગુદષ્ટિ જીવોનું વીર્ય, બાલવીર્ય કહેવાય છે. (૨) પંડિતવીર્ય- ૬ થી ૧૪ ગુણસ્થાન- વાળા સર્વવિરતિ સાધુનું વીર્ય પંડિતવીર્ય કહેવાય છે. (૩) બાલ-પંડિતવીર્યપ્રત્યાખ્યાનાવરણીય કષાય ચરિત્ર મોહનીયના ઉદયવર્તી જીવ અર્થાતુ પાંચમાં ગુણસ્થાનવર્તી શ્રાવકોનું વીર્ય, બાલપંડિતવીર્ય કહેવાય છે. મોહનીય કર્મના ઉદયમાં ઉપસ્થાન કિયા સંબંધી વીર્ય :- મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયમાં ઉપસ્થાન બાલવીર્યથી થાય છે. મિથ્યાત્વ મોહનીયના ઉદયવાળા જીવોને એક બાલવીર્ય હોય છે તેથી ઉપસ્થાન પણ એક બાલવીર્યથી થાય છે અર્થાત્ તે જીવ, પરલોક પ્રાપ્ત થાય તેવો પુણ્ય બંધ કરાવતા અનુષ્ઠાનો બાલવીર્ય દ્વારા કરે છે.