________________
| શતક–૧ઃ ઉદ્દેશક-૩
[ ૯૩ ]
પરાક્રમથી કરે છે કે અનુત્થાનથી તેમજ અપુરુષાકાર પરાક્રમથી ઉપશમ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ જાણવું યાવત્ પુરુષાકાર પરાક્રમથી ઉપશમ કરે છે. |१७ से णूणं भंते ! अप्पणा चेव वेदेइ, अप्पणा चेव गरहइ ?
एत्थ वि सच्चेव परिवाडी, णवरं-उदिण्णं वेएइ, णो अणुदिण्णं वेएइ, एवं जाव पुरिसक्कारपरक्कमेइ वा ? ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જીવ શું પોતાના આત્માથી જ તેનું વેદન કરે છે? અને ગહ કરે છે?
ઉત્તર- હે ગૌતમ ! અહીં પણ પૂર્વવતુ સર્વ આલાપકો સમજવા જોઈએ. વિશેષતા એ છે કે, ઉદીર્ણ-ઉદયમાં આવેલાં કર્મોનું વેદન કરે છે. અનુદીર્ણનું વેદન કરતો નથી. એ જ પ્રમાણે પુરુષાકાર પરાક્રમથી વેદન કરે છે, અનુત્થાનાદિથી નહિ. ત્યાં સુધી કથન કરવું જોઈએ. १८ से णूणं भंते ! अप्पणा चेव णिज्जरेइ, अप्पणा चेव गरहइ ?
एत्थ वि सच्चेव परिवाडी, णवरं-उदयाणंतर पच्छाकडं कम्मं णिज्जरेइ, एवं जाव पुरिसक्कार परक्कमेइ वा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું જીવ પોતાના આત્માથી જ તેની નિર્જરા કરે છે અને ગહ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! અહીં પણ સમસ્ત આલાપક પૂર્વવતુ સમજવા. વિશેષતા એ છે કે, ઉદયાત્તર પશ્વાતુકૃત કર્મની નિર્જરા કરે છે. એ જ પ્રમાણે પુરુષાકાર પરાક્રમથી નિર્જરા અને ગર્ચા કરે છે તેથી ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ છે. વિવેચન :
ઉપરોક્ત સૂત્રોમાં આત્મકત્વ અથવા પુરુષાર્થવાદના સિદ્ધાંતોનું જ પ્રતિપાદન છે. કર્મોની ઉદીરણા, ગહ, સંવર, ઉપશમ, વેદના અને નિર્જરા, આ સર્વ ક્રિયા જીવ પોતાના ઉત્થાનાદિથી જ કરે છે. ઉદીરણા :- અપરિપક્વ કર્મને સમય પહેલાં, પ્રયત્ન વિશેષથી પરિપક્વ કરવા, તેને ઉદય યોગ્ય બનાવવા તે ઉદીરણા છે. કેવા પ્રકારના કર્મોની ઉદીરણા થાય છે? તે માટે શાસ્ત્રકારે ચાર વિકલ્પ પ્રગટ કર્યા છે. (૧) ઉદીર્ષકર્મ :- ઉદયમાં આવી ગયેલા કર્મ. તેની ઉદીરણા થતી નથી. (૨) અનુદીર્ણકર્મ - ઉદયમાં નહીં આવેલું કર્મ. વૃત્તિકારે તેના બે અર્થ કર્યા છે. (૧) ચિરકાલ પછી જે ઉદયમાં આવવાના છે, તેવા કર્મો (૨) ભવિષ્યમાં જેની ઉદીરણા થવાની નથી તેવા કર્મો. તે પણ ઉદીરણાને