________________
૭૨ |
શ્રી ભગવતી સૂત્ર-૧
જ્યાં સુધી તે ૭૦૦ માંથી એક પણ નારક તે સ્થાનમાં વિદ્યમાન હોય ત્યાં સુધીના કાલને નરકની અપેક્ષાએ મિશ્નકાલ કહે છે.
શૂન્યકાલ :- વર્તમાને નિયત કરેલા નારકોમાંથી સમસ્ત નારકો તે સ્થાનમાંથી નીકળી જાય. એક પણ નારક શેષ ન રહે તેવો કાલ જ્યાં સુધી રહે ત્યાં સુધીના કાલને શૂન્યકાલ કહે છે.
અસત્ કલ્પનાએ વર્તમાને નિયત કરેલા ૭૦૦ નારકોમાંથી ક્રમશઃ નીકળતા, ચારે ગતિમાં ગમનાગમન કરતા જ્યારે નિયત સ્થાનમાંથી નિયત કરેલા ૭00 નારકીઓ નીકળી જાય તેમાંથી એક પણ નારક ન રહે તે ૭૦૦થી રહિત અવસ્થા જેટલા સમય સુધી રહે તે કાલને શૂન્યકાલ કહે છે.
- તિર્યંચયોનિમાં શૂન્યકાલ નથી કારણ કે તિર્યંચયોનિમાં વનસ્પતિકાયિક જીવો અનંત છે, તે સર્વ જીવો તે સ્થાનમાંથી કદાપિ નીકળતા નથી. શેષ ત્રણ ગતિમાં ત્રણ પ્રકારના સંસાર સંસ્થાનકાલ છે. નરકગતિની અપેક્ષાએ અલ્પબહત્વ - સર્વથી થોડો અશૂન્યકાલ છે. કારણ કે અશુન્ય કાલવિરહકાલની અપેક્ષાએ ૧૨ મુહૂર્તનો હોય છે. તેથી મિશ્રકાલ અનંતગુણો છે. કારણ કે મિશ્રકાલમાં અસત્કલ્પનાએ નિયત કરેલા ૭00નો નિર્લેપ થતાં અર્થાતુ તેનો અભાવ થતાં અનંતકાલ વ્યતીત થઈ જાય છે. વિવક્ષિત નારકોનું બહુધા વનસ્પતિમાં જ અનંતાનંતકાલ અવસ્થાન છે. આમ તેના ભવાંતરમાં ગમનની અપેક્ષાએ અનંતકાલ સંભવે છે અને તે અશૂન્યકાલથી અનંતગુણો છે.
તેથી શૂન્યકાલ અનંતગુણો છે. તે પણ તિર્યંચગતિના વનસ્પતિમાં ગયેલા જીવોની અપેક્ષાએ છે અર્થાતુ કલ્પિત ૭૦૦ નારકોમાંથી કેટલાક તો મોક્ષ ચાલ્યા જાય અને શેષ સર્વ નારક અનંતકાલ માટે વનસ્પતિમાં ચાલ્યા જાય, તે ૭૦૦માંથી નરકમાં એક પણ જીવ ન રહે તેવો શૂન્યકાલ અનંતગુણો છે અને સહુથી મોટો છે. નારકીની જેમ મનુષ્ય અને દેવનો સંસાર સંસ્થાનકાલ ત્રણ પ્રકારનો છે. તેનું અલ્પબદુત્વ પણ નારકીની સમાન જ છે. તિર્યંચગતિની અપેક્ષાએ અલ્પબહત્વ - તિર્યંચ ગતિનો સંસાર સંસ્થાનકાલ બે પ્રકારનો છે તેથી તેમાં બે બોલનું અલ્પબદુત્વ છે. (૧) અશૂન્યકાળ (૨) મિશ્રકાળ. બંનેમાં અશૂન્યકાલ અલ્પ છે. કારણ કે તે બાર મુહૂર્તનો જ છે. તેથી મિશ્રકાલ અનંતગણો છે. મિશ્રકાલનું સ્વરૂપ પૂર્વવત્ સમજવું.
અંતક્રિયા :२५ जीवे णं भंते ! अंतकिरियं करेज्जा?
गोयमा ! अत्थेगइए करेज्जा, अत्थेगइए णो करेज्जा । अंतकिरियापयं યળ્યું ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! જીવ શું અંતક્રિયા કરે છે?