________________
[ ૭૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૧
મનુષ્યો અને દેવોના સંસાર સંસ્થાનકાલની ન્યૂનાધિકતા–અલ્પબદુત્વ નારકોના સંસાર સંસ્થાન કાલની ન્યૂનાધિકતા–અલ્પબદુત્વની સમાન સમજવો જોઈએ. २४ एयस्स णं भंते ! णेरइयसंसारसंचिट्ठणकालस्स जाव देवसंसारसंचिट्ठणकालस्स जाव विसेसाहिए वा ?
गोयमा ! सव्वत्थोवे मणुस्ससंसार संचिट्ठणकाले, णेरइयसंसारसंचिट्ठणकाले असंखेज्जगुणे, देवसंसारसंचिट्ठणकाले असंखेज्जगुणे, तिरिक्खजोणियसंसार- संचिट्ठणकाले अणंतगुणे। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિક, તિર્યંચ, મનુષ્ય અને દેવ તે ચારે સંસારસંસ્થાનકાલમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
ઉત્તર- હે ગૌતમ! સર્વથી થોડો મનુષ્ય સંસાર સંસ્થાનકાલ છે. તેથી નૈરયિક સંસાર સંસ્થાનકાલ અસંખ્યાતગુણો છે. તેથી દેવ સંસાર સંસ્થાનકાલ અસંખ્યાત ગુણો છે અને તેથી તિર્યંચ સંસાર સંસ્થાનકાલ અનંતગુણો છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ; તે ચાર પ્રકારના જીવોનો સંસાર સંસ્થાનકાલ, તેના ભેદ-પ્રભેદ અને અલ્પબદુત્વનું નિરૂપણ કર્યું છે. પ્રસ્તુત પ્રશ્નોનું રહસ્ય - આ પ્રશ્નની પાછળ એક દાર્શનિક વિચારધારા છે. પ્રભુ મહાવીરના સમયે એક માન્યતા પ્રચલિત હતી કે જે જીવ જેવો છે, તે જન્માંતરમાં પણ તેવો જ થાય છે. આ માન્યતાને જન્માંતર સાદેશ્યવાદ કહે છે. ગણધરવાદ પ્રમાણે આર્ય સુધર્મા સ્વામી પૂર્વાવસ્થામાં ઉપરોક્ત સિદ્ધાંતના સમર્થક હતા. તેનું સૂત્ર હતુ કે પુરુષો મૃતો સન્ પુરુષત્વમેવાનુતે પીવઃ પશુવમ્ મનુષ્ય સદા મનુષ્ય જ રહે છે, પશુ સદા પશુ જ રહે છે. કોઈ પણ જીવની ગતિ કે જાતિ જન્માંતરમાં પરિવર્તિત થતી નથી.
પરંતુ અનેકાંત દષ્ટિએ વિચાર કરીએ તો સ્પષ્ટ થાય છે કે અપરિવર્તનશીલતા કદાચિત્ અમુક કાલ સુધી ટકી શકે, જેમકે મનુષ્ય સાતથી આઠ ભવ સુધી મનુષ્ય રહી શકે પરંતુ તે સિદ્ધાંત સાર્વત્રિક અને સાર્વકાલિક સંભવિત નથી. યથા–દેવ કે નારક મરીને દેવ કે નારક થતા નથી. આ રીતે આ બ્રાંત માન્યતાનું નિરાકરણ કરવા માટે ગૌતમ સ્વામીએ આ પ્રશ્ન પૂછ્યો છે કે, આ જીવ અનાદિકાલથી એક યોનિમાંથી બીજી યોનિમાં પરિભ્રમણ કરે છે, તો અતીતકાલમાં જીવે કેટલા પ્રકારના સંસારમાં પરિભ્રમણ કર્યું છે? ચાર ગતિ ૩૫ સંસાર સંસ્થાનકાલ ન સ્વીકારીએ તો? :- જો ભવાંતરમાં જીવની ગતિ અને યોનિ