________________
४०
શ્રી સમવાયાંગ સૂત્ર
- નવમું સમવાય
– /EPTEzzzzzzzzz
પરિચય :
આ સમવાયમાં નવ-નવ સંખ્યાથી સંબંધિત વિષયોનું પ્રતિપાદન છે, યથા-નવ બ્રહ્મચર્ય ગુપ્તિ, નવ બ્રહ્મચર્યની અગુપ્તિ, આચારંગ સૂત્રના નવ બ્રહ્મચર્ય અધ્યયન, ભગવાન પાર્શ્વનાથની નવ હાથ ઊંચાઈ, વાણવ્યંતર દેવોની સૌધર્મ સભાની નવ યોજન ઊંચાઇ, અભિજિત નક્ષત્ર આદિનો ચંદ્રાસંયોગ, નવ યોજનવાળા મચ્છનો જંબૂદ્વીપમાં પ્રવેશ, દર્શનાવરણીય કર્મની નવ પ્રકૃતિઓ, નારકી અને દેવોની નવ પલ્યોપમની અને નવ સાગરોપમની સ્થિતિ તથા નવ ભવ કરીને મોક્ષ પ્રાપ્ત કરનારા જીવોનું વર્ણન છે. | १ णव बंभचेरगुत्तीओ पण्णत्ताओ तं जहा- णो इत्थि-पसुपंडगसंसत्ताणि सिज्जासणाणि सेवित्ता भवइ, णो इत्थीणं कहं कहित्ता भवइ, णो इत्थीणं ठाणाइं सेवित्ता भवइ, णो इत्थीणं इंदियाणि मणोहराई मणोरमाई आलोइत्ता णिज्झाइत्ता भवइ, णो पणीयरसभोई भवइ, णो पाणभोयणस्स अइमायाए आहारइत्ता भवइ, णो इत्थीण पुव्वरयाइ पुव्वकीलियाई समरइत्ता भवइ, णो सद्दाणुवाई, णो रूवाणुवाई, णो गंधाणुवाई, णो रसाणुवाई, णो फासाणुवाई, णो सिलोगाणुवाई भवइ, णो सायासोक्खपडिबद्धे यावि भवइ ।
ભાવાર્થ :- બ્રહ્મચર્યની નવ ગુપ્તિઓ છે, જેમ કે– ૧. સ્ત્રી, પશુ અને નપુંસકથી યુક્ત શય્યા, આસનનું સેવન કરવું નહીં. ૨. સ્ત્રીઓની વાતો કરવી નહીં. ૩. સ્ત્રીના સ્થાન, આસનનો ઉપયોગ કરવો નહીં. ૪. સ્ત્રીઓની મનોહર ઈન્દ્રિયો અને રમણીય અંગોને જોવાં નહિ અને તેનું ચિંતન કરવું નહીં. ૫. માદક, રસયુક્ત, પદાર્થનું ભોજન કરવું નહીં. દ. વધારે માત્રામાં ખાન પાન કે આહાર કરવા નહીં. ૭. સ્ત્રીઓની સાથે પૂર્વે ભોગવેલા રતિ કે પૂર્વે ભોગવેલી ક્રીડાઓ યાદ કરવી નહીં. ૮. કામોદ્દીપક શબ્દો સાંભળવા નહીં, કામોદ્દીપક રૂપો જોવા નહીં, કામોદ્દીપક ગંધ સુંઘવી નહીં, કામોદ્દીપક રસનો સ્વાદ લેવો નહીં, કામોદ્દીપક કોમળ મૃદુ શયા વગેરેનો સ્પર્શ કરવો નહીં અને પ્રશંસા સાંભળવામાં આસક્ત થવું નહીં. ૯, શાતા વેદનીયના ઉદયથી મળેલા સુખમાં આસક્ત રહેવું નહિ.
વિવેચન :
વમવેર કુત્તા બ્રહ્મચર્યની રક્ષા માટે બતાવેલા ઉપાયો અને સાધનોને ભગવાને સમાધિ અને ગુપ્તિ કહ્યા છે, લોકભાષામાં તેને વાડ કહે છે. જેમ બગીચાનો માળી પોતાના બગીચાના છોડની રક્ષા