________________
૨૬
શ્રી સમવાયાંગ સૂત્ર
•
છઠ્ઠું સમવાય
TaP/IPPPP||PP/P/P/
પરિચય :
આ સમવાયમાં છ–છ સંખ્યાથી સંબંધિત વિષયોનું નિરૂપણ છે. છ લેશ્યા, છ જીવનિકાય, છ બાહ્ય તપ, છ આવ્યંતર તપ, છ છાવસ્થિક સમુદ્ઘાત, છ અર્થાવગ્રહનું વર્ણન છે. કૃતિકા અને આશ્લેષા, નક્ષત્રોના છ છ તારાઓનું તથા નારકી અને દેવોના છ પલ્યોપમ અને છ સાગરોપમની સ્થિતિનું વર્ણન છે અને અંતે કેટલાક જીવો છ ભવ ગ્રહણ કરીને મુક્ત થશે, તેનું કથન છે.
१
छ लेसाओ पण्णत्ताओ, तं जहा- कण्हलेसा णीललेसा काउलेसा तेउलेसा पम्हलेसा सुक्कलेसा । छ जीवणिकाया पण्णत्ता, तं जहा - पुढवीकाए आउकाए तेडकाए वाडकाए वणस्सइकाए तसकाए ।
छव्विहे बाहिरे तवोकम्मे पण्णत्ते, तं जहा - अणसणे ऊणोयरिया वित्तीसंखेवो रसपरिच्चाओ कायकिलेसो संलीणया । छव्विहे अब्भिंतरे तवोकम्मे पण्णते, तं जहा- पायच्छित्तं विणओ वेयावच्वं सज्झाओ झाणं उग्गो ।
ભાવાર્થ :- લેશ્યા છ છે, યથા- કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યા, શુક્લલેશ્યા. સંસારી જીવોના છ નિકાય—સમુદાય છે, યથા– પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય.
છ પ્રકારના બાહ્ય તપ છે, યથા– અનશન, ઊણોદરી, વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયક્લેશ અને સંલીનતા. છ પ્રકારના આપ્યંતર તપ છે, યથા– પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ(કાઉસ્સગ્ગ).
વિવેચન :
જ્ઞેશ્યા : લેશ્યા. સ્થાનાંગસૂત્ર, ઉત્તરાધ્યયનસૂત્ર અને પ્રજ્ઞાપનાસૂત્રમાં લેશ્યાના સંબંધમાં વિસ્તારથી નિરૂપણ છે. આગમયુગ પછી દાર્શનિકયુગનાં સાહિત્યમાં પણ લેશ્યાના સંબંધમાં વ્યાપકરૂપથી ચિંતન થયું છે. આધુનિક યુગના વૈજ્ઞાનિકો પણ આભામંડળના રૂપમાં તેના ઉપર ચિંતન કરી રહ્યા છે. સામાન્ય રૂપે મન આદિ યોગોથી અનુરજિત તથા વિશેષરૂપથી કષાયાનુરંજિત જે આત્મ પરિણામો