________________
[ ૧૮ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
કહ્યા છે. તેમાં ક્રમશઃ શરીરનું, અક્ષર (પદ)નું, સર્વજ્ઞનું અને નિરંજન સિદ્ધ ભગવાનનું ચિંતન કરવામાં આવે છે. આ ચારે યનો સમાવેશ શાસ્ત્રકથિત 'સંસ્થાનવિચય' નામના ચોથા ભેદમાં થઈ જાય છે. ધર્મધ્યાનથી મનમાં સ્થિરતા, પવિત્રતા આવી જવાથી તે સાધક આગળ જઈને શુકલધ્યાનનો અધિકારી પણ બની શકે છે.
શકલધ્યાન - ધ્યાનનો આ ચોથો પ્રકાર છે. તે આત્માની અત્યંત વિશુદ્ધ અવસ્થા છે. શ્રતના આધારથી મનની આત્યંતિક સ્થિરતા અને યોગનો નિરોધ થવો, તે શુકલધ્યાન છે. આ ધ્યાન કષાયોના ઉપશાંત થયા પછી જ થાય છે. જે સાધક સમભાવમાં લીન થાય છે, તે સાધક આ ધ્યાન કરી શકે છે. શુકલ ધ્યાનના ચાર પ્રકાર છે (૧) પૃથકત્વવિતર્ક શ્રુત સવિચાર (૨) એકત્વવિતર્ક શ્રુત અવિચાર (૩) સૂમક્રિયા પ્રતિપત્તિ (૪) સમુચ્છિન્ન ક્રિયા અનિવૃત્તિ. પ્રથમના બે પ્રકાર છદ્મસ્થ સાધક માટે છે અને પછીના બે પ્રકાર કેવળજ્ઞાનીઓ માટે છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે – (૧) પૃથકત્વવિતર્કત સવિચાર :- આ ધ્યાનમાં શ્રતને આધાર બનાવીને કોઈ એક દ્રવ્યમાં ઉત્પા, વ્યય અને ધ્રૌવ્ય આદિ પર્યાયોનું ચિંતન કરવામાં આવે છે. ધ્યાતા કયારેક અર્થનું ચિંતન કરે છે અને કયારેક શબ્દોનું ચિંતન કરે છે. આ રીતે મન, વચન અને કાયાના યોગોમાં સંક્રમણ કરતા રહે છે. એક શબ્દ પરથી બીજા શબ્દ ઉપર, અને એક યોગથી બીજા યોગ પર જવાના કારણે જ, તે ધ્યાન સવિચાર કહેવાય છે. (૨) એકત્વવિતર્કહ્યુત અવિચાર – શ્રુતના આધારથી અર્થ, વ્યંજન, યોગના સંક્રમણથી રહિત એક પર્યાય વિષયક આ ધ્યાન છે. પહેલાં ધ્યાનની જેમ આમાં અવલંબનનનું પરિવર્તન થતું નથી. એક પર્યાયને જ ધ્યેય રૂપે સ્થિત કરાય છે. આ ધ્યાનમાં સમસ્ત કષાયો નષ્ટ થઈ જાય છે અને આત્મા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય, આ ચાર ઘાતિકર્મોનો સંપૂર્ણ નાશ કરે છે અને કેવળજ્ઞાન, કેવળ દર્શનને પ્રાપ્ત કરે છે. (૩) સૂમક્રિયા પ્રતિપત્તિ - તેરમા ગુણસ્થાનવર્તી કેવળી અરિહંતનું આયુષ્ય જ્યારે માત્ર અંતર્મુહૂર્તનું શેષ રહે ત્યારે બાદર કાયયોગનું આલંબન લઈને બાદર મનોયોગ અને બાદર વચનયોગનો નિરોધ કરે છે. ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગનું આલંબન લઈને બાદ કાયયોગનો વિરોધ કરે છે. ત્યાર પછી સૂક્ષ્મ કાયયોગનું આલંબન લઈને સૂક્ષ્મ મનોયોગ અને સૂક્ષ્મ વચનયોગનો વિરોધ કરે છે. આ અવસ્થામાં જે ધ્યાનની પ્રક્રિયા થાય છે, તે સૂક્ષ્મક્રિયા પ્રતિપત્તિ શુકલધ્યાન કહેવાય છે. આ ધ્યાનદ્વારા મનોયોગ અને વચનયોગનો પૂર્ણરૂપથી નિરોધ થઈ જાય છે અને સૂક્ષ્મકાયયોગ તેમ જ શ્વાસોચ્છવાસ આદિ ક્રિયા શેષ રહે છે. (૪) સમુચ્છિન્ન કિયા અનિવૃત્તિ - આ ધ્યાનમાં શ્વાસોસ્વાસ આદિ જે સૂક્ષ્મ ક્રિયાઓ બાકી હતી તે પણ નિવૃત્ત થઈ જાય છે અને કેવળી ભગવાન શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય છે. પાંચ હ્રસ્વ સ્વરોના ઉચ્ચારણમાં જેટલો સમય થાય એટલા સમયમાં જ આ ધ્યાનને પ્રાપ્ત કેવળી ભગવાન અઘાતી કર્મોને નષ્ટ કરીને પૂર્ણરૂપથી કર્મમુક્ત થઈ જાય છે.