________________
શું સમવાય
૧૭ |
કષાયોનો નિગ્રહ, વ્રતોનું ધારણ કરવું અને ઈન્દ્રિય વિજય કરવો આવશ્યક છે. ધ્યાનના ચાર પ્રકાર છે, યથા- આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુક્લધ્યાન. આ ચારમાંથી પ્રારંભના બે ધ્યાન અપ્રશસ્ત છે એટલે ન કરવા યોગ્ય અને અંતિમ બે ધ્યાન પ્રશસ્ત છે એટલે કરવા યોગ્ય છે.
આર્તધ્યાન:- આર્ત એટલે દુઃખ અથવા પીડા, તેમાંથી જે ઉત્પન્ન થાય છે તે, આર્તધ્યાન છે. તે ધ્યાન મનોજ્ઞ ઈચ્છિત વસ્તુના વિયોગથી અને અમનોજ્ઞ વસ્તુના સંયોગથી થાય છે. રાગ ભાવથી મનમાં ઉત્પન્ન થાય છે. ફલતઃ જેની ઈચ્છા નથી તે વસ્તુની ઉપલબ્ધિ અને જેની ઈચ્છા છે તેની અનુપલબ્ધિ થાય, ત્યારે જીવ દુઃખી થાય છે. અનિષ્ટ સંયોગ, ઈષ્ટ વિયોગ, રોગ ચિંતા અને ભોગ ચિંતા, આ ચાર આર્તધ્યાનના ભેદ છે. આ ધ્યાનથી જીવ તિર્યંચ ગતિને પ્રાપ્ત કરે છે અને ધ્યાનીનું મન સાંસારિક વસ્તુઓ પર કેન્દ્રિત હોય છે.
રૌદ્રધ્યાન - જ્યારે જીવ ઈચ્છાપૂર્તિ માટે કોઈ પણ પ્રકારના પાપાચાર કરવામાં તત્પર થાય છે, તે પાપની તલ્લીનતા, તે રૌદ્ર ધ્યાન છે. ક્રૂર અને કઠોર ભાવવાળા પ્રાણીને રુદ્ર કહે છે. જીવ નિર્દયી બનીને દૂર કાર્યોના કર્તા બને છે, માટે તેના ધ્યાનને રૌદ્રધ્યાન કહે છે. આ ધ્યાનમાં જીવ હિંસા, અસત્ય, ચોરી, ધનહરણ, છેદન, ભેદન આદિ દુષ્ટ પ્રવૃત્તિઓનું ચિંતન કરે છે. આ ધ્યાનના હિંસાનંદ, મૃષાનંદ, ચૌર્યાનંદ, સંરક્ષાણાનંદ, આ ચાર પ્રકાર છે. આ ધ્યાનથી જીવ નરકગતિ પ્રાપ્ત કરે છે. આ ધ્યાનીનું મન ભૌતિક પદાર્થોમાં અત્યંત તલ્લીન હોય છે અને તેની પ્રાપ્તિ માટે તે દૂર કર્મ કરે છે. આ બન્ને ધ્યાન હેય અને અશુભ છે.
ધર્મધ્યાન :- આ ધ્યાન આત્મવિકાસનું પ્રથમ ચરણ છે. આ ધ્યાનમાં સાધક આત્મચિંતન માટે પ્રવૃત્ત થાય છે. શાસ્ત્રવાકયોના અર્થનું, વ્રત, ગુપ્તિ, સમિતિ, આદિ ભાવનાઓનું ચિંતન કરવું, તે ધર્મધ્યાન છે. આ ધ્યાન માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વૈરાગ્ય અપેક્ષિત છે. તેનાથી સહજ રૂપથી મન સ્થિર થઈ જાય છે. ધર્મધ્યાનની સિદ્ધિને માટે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ, આ ચાર ભાવનાઓનું ચિંતન કરવું જોઈએ. ધર્મધ્યાનનું સમ્યક્ આરાધન એકાંત, શાંત સ્થાનમાં થઈ શકે છે. શાસ્ત્રમાં ધર્મધ્યાનના ચાર પ્રકાર કહ્યા છે – (૧) આજ્ઞાવિચય – સર્વજ્ઞના વચનોમાં કોઈ પણ પ્રકારની ત્રુટિ હોતી નથી, એટલે આત વચનોનું આલંબન લેવું. વીતરાગ પરમાત્માની આજ્ઞાનો વિચાર કરવો અહીં 'વિચર્ય' શબ્દનો અર્થ ચિંતન છે. (૨) અપાય વિચય – દુઃખ અને દુઃખના કારણ રૂપ કર્મબંધના કારણોનું ચિંતન કરવું. (૩) વિપાક વિચય – કર્મોનાં શુભ-અશુભ ફળનાં વિષયમાં ચિંતન કરવું અથવા કર્મના પ્રભાવથી પ્રતિક્ષણ ઉદિત થનારી પ્રક્રિયાઓના સંબંધમાં વિચાર કરવો. (૪) સંસ્થાનવિચય – આગમોકત ત્રણે લોક સંસ્થાનના ચિંતનમાં મનને એકાગ્ર કરવું અને સંસારના નિત્ય અને અનિત્ય સ્વરૂપનું ચિંતન કરવું, તેથી વૈરાગ્ય ભાવના સુદઢ થાય છે.
ગ્રંથોમાં ધર્મધ્યાનના (૧) પિંડસ્થ, (૨) પદસ્થ, (૩) રૂપસ્થ, (૪) રૂપાતીત, એવા ચાર પ્રકાર