________________
| અતીત-અનાગતકાલિક મહાપુરુષો
૩૫૫ |
असंजलं जिणवसह, वंदे य अणंतयं अमियणाणिं । उवसंतं च धुयरयं, वंदे खलु गुत्तिसेणं च ।।७०।। अतिपासं च सुपासं, देवेसर वंदियं च मरुदेवं । णिव्वाणगयं च धरं, खीणदुहं सामकोटुं च ।।७१।। जियरागमग्गिसेणं, वंदे खीणरयमग्गिउत्तं च ।
वोक्कसिय पिज्जदोसं, वारिसेणं गयं सिद्धिं ।।७२।। ભાવાર્થ – આ જંબૂદ્વીપનામના દ્વીપના એરવત ક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં ચોવીસ તીર્થંકર થયાં હતાં, યથા– (૧) ચંદ્રના સમાન મુખવાળા-સુચંદ્ર (૨) અગ્નિસેન (૩) નદિસેન વ્રતધારી (૪) ઋષિદત્ત અને (૫) સોમચંદ્રને હું વંદન કરું છું. (૬) યુક્તિસેન(૭) અજિતસેન (૮) શિવસેન (૯) બુદ્ધ (૧૦) દેવશર્મ (૧૧) નિક્ષિપ્તશસ્ત્ર(શ્રેયાંસ)ને હું સદા વંદન કરું છું.(૧૨) અસંજ્વલ (૧૩) જિનવૃષભ અને (૧૪) અમિતગામી (૧૫) અનંત જિનને હું સદા વંદન કરું છું. કર્મ રજરહિત ઉપશાંત (૧૬) ગુપ્તિસેનને પણ હું સદા વંદન કરું છું. (૧૭) અતિપાર્થ (૧૮) સુપાર્શ્વ તથા દેવેશ્વરોથી વંદિત (૧૯) મરુદેવ નિર્વાણને પ્રાપ્ત (૨૦) ધર અને પ્રક્ષીણ દુઃખવાળા (૨૧) શ્યામકોષ્ઠ રાગ વિજેતા (રર) અગ્નિસેન ક્ષીણરાગી (૨૩) અગ્નિપુત્ર અને રાગદ્વેષનો ક્ષય કરનાર, સિદ્ધિને પ્રાપ્ત (૨૪)ચોવીસમા વારિષેણને હું સદા વંદન કરું છું. (કયાંક-કયાંક નામોનાં ક્રમમાં તફાવત દેખાય છે.) ભરતક્ષેત્રના આગામી કાળના કુલકર વગેરે :|३५ जंबुद्दीवे णं दीवे आगमिस्साए उस्सप्पिणीए भारहे वासे सत्त कुलगरा भविस्सति । तं जहा
मियबाहणे सुभूमे य सुप्पभे य सयंपभे ।
दत्ते सुहुमे सुबंधू य आगमिस्साण होक्खति ।।७३।। ભાવાર્થ – આ જંબૂદ્વીપમાં ભારતવર્ષમાં આગામી ઉત્સર્પિણીકાળમાં સાત કુલકરો થશે, યથા– (૧) મિતવાહન (૨) સુભૂમ (૩) સુપ્રભ (૪) સ્વયંપ્રભ (૫) દત્ત (૬)સૂક્ષ્મ (૭) સુબંધુ. આગામી ઉત્સર્પિણીકાલમાં આ સાત કુલકરો થશે.
जंबुद्दीवे णं दीवे आगमिस्साए उस्सप्पिणीए एरवए वासे दस कुलगरा भविस्संति । तं जहा- विमलवाहणे सीमंकरे सीमंधरे खेमंकरे खेमंधरे दढधणू दसधणू सयधणू पडिसूई सुमइ त्ति । ભાવાર્થ :- આ જંબદ્વીપના ઐરાવત વર્ષક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીકાળમાં દશ કુલકરો થશે, યથા