________________
| અતીત-અનાગતકાલિક મહાપુરુષો
૩૪૫ |
(૧) ચગ્રોધ (વડ) (૨) સપ્તપર્ણ (૩) શાલ (૪) પ્રિયાલ (૫) પ્રિયંગુ (૬) છત્રાહ (૭) શિરીષ (૮) નાગવૃક્ષ (૯) શાલી (૧૦) પિલંખુ વૃક્ષ (૧૧) હિંદુક (૧૨) પાટલ (૧૩) જેબૂ(૧૪) અશ્વત્થ(પીપળો) (૧૫) દધિપર્ણ (૧૬) નન્દીવૃક્ષ (૧૭) તિલક (૧૮) આમ્રવૃક્ષ (૧૯) અશોક (૨૦) ચંપક (૨૧) બકુલ (૨૨) વેત્રસ–વાંસવૃક્ષ (૨૩) ધાતકીવૃક્ષ (૨૪) ભગવાન વર્ધમાનનું શાલવૃક્ષ, આ ચોવીસ તીર્થકરોનાં ચૈત્યવૃક્ષ-કેવળ જ્ઞાનોત્પત્તિ સમયના વૃક્ષ છે. १९ बत्तीसं धणुयाई, चेइयरुक्खो य वद्धमाणस्स ।
णिच्चोउगो असोगे, ओच्छण्णो सालरुक्खेणं ।।३७।। तिण्णेव गाउयाई, चेइयरुक्खो जिणस्स उसभस्स। सेसाणं पुण रुक्खा , सरीरओ बारसगुणा उ ।।३८।। सच्छत्ता सपडागा, सवेइया तोरणेहिं उववेया । सुर-असुर-गरुल महिआ, चेइयरुक्खा जिणवराणं ।।३९।।
ભાવાર્થ :- વર્ધમાન ભગવાનનું ચૈત્યવક્ષ બત્રીસ ધનુષ ઊંચુ હતું, તે નિત્ય-ઋતુક હતું અર્થાત્ પ્રત્યેક ઋતુઓમાં તેમાં પત્ર-પુષ્પ વગેરે સમૃદ્ધિ વિદ્યમાન રહેતી હતી. તે અશોક વૃક્ષ, શાલવૃક્ષથી આચ્છન્ન (ઢંકાયેલું) હતું. ઋષભ જિનનું ચૈત્યવૃક્ષ ત્રણ કોસ ઊંચુ હતું. શેષ તીર્થકરોનાં ચૈત્યવૃક્ષ તેઓનાં શરીરની ઊંચાઈથી બાર ગણાં ઊંચા હતાં. જિનવરોનાં આ બધાં ચૈત્યવૃક્ષ છત્રયુક્ત, ધ્વજાયુક્ત, પતાકા સહિત, વેદિકા સહિત, તોરણોથી સુશોભિત તથા સુર, અસુર અને ગરુડ દેવોથી પૂજિત હતાં.
વિવેચન :
ચૈત્યવક્ષ જે વૃક્ષની નીચે તીર્થકરોને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય તેને ચૈત્યવૃક્ષ કહે છે. ચૈત્યનો અર્થ અહીં "જ્ઞાન" છે અને જે વૃક્ષની નીચે કેવળજ્ઞાન થયું હોય, તે વૃક્ષને ચૈત્યવૃક્ષ કહે છે. બીજા મતાનુસાર તીર્થકર જે વૃક્ષની નીચે જિન દીક્ષા ગ્રહણ કરે છે, તેને ચૈત્યવૃક્ષ કહે છે. કુબેરદેવ સમવસરણમાં તીર્થકરોનાં બેસવાનાં સ્થાન પર જ્ઞાનપ્રતીક રૂપે તે ચૈત્ય વૃક્ષની જ સ્થાપના કરે છે અને તેને ધ્વજા, પતાકા, વેદિકા, તોરણદ્વારો આદિથી સુશોભિત કરે છે. સમવસરણ સ્થિત તે વૃક્ષની છાયામાં પહોંચતાંની સાથે જ શોકસંતપ્ત પ્રાણીઓના શોક દૂર થઈ જાય છે અને તે અશોક (શોક રહિત) થઈ જાય છે. માટે તેને ચૈત્યવક્ષ કહેવામાં આવે છે. પ્રથમ શિષ્ય-શિષ્યાઓ :२० एएसिं चउव्वीसाए तित्थगराणं चउव्वीसं पढमसीसा होत्था, तं जहा
पढमेत्थ उसभसेणे, बीइए पुण होइ सीहसेणे य ।