________________
[ ૩૪૨]
શ્રી સમવાયાંગ સૂત્ર
ઉત્તરકુરા (૨૪) ચંદ્રપ્રભા. આ દરેક શિબિકાઓ વિશાળ હતી. સર્વ જગત વત્સલ દરેક જિનવરેન્દ્રોની આ શિબિકાઓ સર્વ ઋતુઓમાં સુખદાયિની ઉત્તમ અને શુભ કાંતિથી યુક્ત હતી. १० पुव्वि ओक्खित्ता माणुसेहि, साहटु (8) रोमकूवेहिं ।
पच्छा वहति सीयं, असुरिंद-सुरिंद-णागिंदा ।।१९।। चल-चवल-कुंडलधरा, सच्छंद विउव्वियाभरणधारी । સુર-અસુર-વંતિમા, વાંતિ સીમં બિલi iારા पुरओ वहति देवा, णागा पुण दाहिणम्मि पासम्मि ।
पच्चत्थिमेण असुरा, गरुला पुण उत्तरे पासे ।।२१।। ભાવાર્થ :– તીર્થકરોની આ શિબિકાઓને સૌથી પહેલાં હર્ષથી ભાવવિભોર બની મનુષ્યો પોતાના ખભા ઉપર ઉઠાવીને લઈ જાય છે, પછી અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગેન્દ્ર આ શિબિકાઓને લઈને ચાલે છે. ચંચલ, ચપલ કંડલોના ધારક અને પોતાની ઈચ્છાનુસાર વૈક્રિયમય આભૂષણોના ધારણ કરનારા તે દેવગણ, સુર અસુરોથી વંદિત જિનેન્દ્રોની શિબિકાઓને વહન કરે છે. આ શિબિકાઓને પૂર્વદિશામાં દેવો (જ્યોતિષી દેવો અને વૈમાનિક દેવો), દક્ષિણદિશામાં નાગકુમારદેવો, પશ્ચિમદિશા તરફમાં અસુરકુમાર દેવો અને ઉત્તરદિશામાં ગરુડકુમાર દેવો વહન કરે છે. સહદીક્ષિત :११ उसभो य विणीयाए, बारवईए अरिट्ठवरणेमी।।
अवसेसा तित्थयरा, णिक्खंता जम्मभूमीसु ।।२२।। ભાવાર્થ :- ઋષભદેવ વિનીતા નગરીથી, અરિષ્ટનેમિ દ્વારાવતીથી અને બાકીના દરેક તીર્થકર પોત-પોતાની જન્મભૂમિઓમાં દીક્ષા ગ્રહણ કરવાને માટે નીકળ્યા હતા. १२ सव्वे वि एगदूसेण, णिग्गया जिणवरा चउव्वीसं ।
_ण य णाम अण्णलिंगे, ण य गिहिलिंगे कुलिंगे व ।।२३।। ભાવાર્થ :- ચોવીસેય જિનવર એક દૂષ્ય (ઈન્દ્ર સમર્પિત દિવ્ય વસ્ત્ર)થી દીક્ષા ગ્રહણ કરવાને માટે નીકળેલા હતા. કોઈ પાખંડી લિંગથી દીક્ષિત થયા નથી, ન કોઈ ગૃહલિંગથી અને ન કોઈ કુલિંગથી દીક્ષિત થયા. પરંતુ દરેક જિન–સ્વલિંગથી જ દીક્ષિત થયા છે.) |१३ एक्को भगवं वीरो, पासो मल्ली य तिहिं तिहिं सएहिं ।
भगवं पि वासुपुज्जो, छहिं पुरिससएहिं णिक्खतो ।।२४।।