________________
વિવિધ વિષય નિરૂપણ
૩૩૭
गोयमा ! णो इत्थीवेया, णो पुंवेया, णपुंसगवेया पण्णत्ता । ભાવાર્થ – પ્રશ્ર – હે ભગવન્! શું નારકીઓને સ્ત્રીવેદ હોય, પુરુષવેદ હોય છે કે નપુંસકવેદ હોય છે?
ઉત્તર – હે ગૌતમ! નારકીઓ સ્ત્રીવેદી નથી, પુરુષવેદી નથી પરંતુ નપુંસકવેદી હોય છે. ४७ असुरकुमारा णं भंते ! किं इत्थीवेया पुरिसवेया णपुंसगवेया? गोयमा ! इत्थीवेया, पुरिसवेया, णो णपुंसगवेया । जाव थणियकुमारा । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! અસુરકુમારોને સ્ત્રીવેદ હોય છે, પુરુષવેદ હોય છે કે નપુંસકવેદ હોય છે?
ઉત્તર – હે ગૌતમ! અસુરકમારામાં સ્ત્રીવેદ હોય છે, પુરુષવેદ હોય છે, પરંતુ નપુંસકવેદ હોતો નથી. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું જોઈએ.
४८ पुढवी आऊ तेऊ वाऊ वणस्सई, बि ति चउरिदिय संमुच्छिम पंचिंदिय तिरिक्ख संमुच्छिम मणुस्सा णपुंसगवेया । गब्भवक्कंतियमणुस्सा पचिंदियतिरिया य तिवेया । जहा असुरकुमारा, तहा वाणमंतरा जोइसियवेमाणिया वि ।
ભાવાર્થ :- પૃથ્વીકાયિક, અપૂકાયિક તેજસકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, સમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચ અને સમૃદ્ઘિમ મનુષ્યમાં નપુંસકવેદ હોય છે. ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચને ત્રણે ય વેદ હોય છે.
જેમઅસુરકુમારોમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ હોય છે, તેવી રીતે વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોમાં પણ સ્ત્રીવેદ અને પુરુષવેદ હોય છે.
વિવિધ વિષય નિરૂપણ.