________________
વિવિધ વિષય નિરૂપણ
ત્રીજાથી આઠમા દેવલોકના અંગુલનો અસંખ્યાતમો ભાગ। ઉપર બારમા દેવલોકથી તિરછી સ્વયંભૂરમણ સમુદ્રની દેવો વેદિકા, નીચે પાતાળ કળશના બીજા ત્રિભાગ સુધી નવમાથી ખારમા દેવલોકના અંગુલનો અસંખ્યાતમો ભાગ ઉપર બારમા દેવલોકથી તિરછી મનુષ્ય ક્ષેત્ર, નીચે દેવો સગિલાવતી અને વપ્રા વિજય સુધી
નવ પ્રૈવેયક, પાંચ અનુત્તર
૩૫
સ્વસ્થાનથી વિદ્યાધરની શ્રેણી સ્વસ્થાનથી તિરછે મનુષ્ય ક્ષેત્રના ચરમાંત સુધી, નીચે સીલાવતી વિમાનના દેવો અને વ્રષા વિજય સુધી
તેજસ શરીરની અવગાહના મારતિક સમુદ્દાનની અપેક્ષાએ છે. દરેક જીવોના તેજસ શરીરની અવગાહના જાડાઈ અને પહોળાઈમાં શરીર પ્રમાણ હોય છે અને લંબાઈમાં ઉપરોક્ત કોક પ્રમાણે જાણવી.
અવધિજ્ઞાન :
રવિને ખં ભંતે ! ઓછી પળત્તા ? શોયમા ! તુષિત પળત્તા, સં હभवपच्चइए य खओवसमिए य। एवं सव्वं ओहिपदं भाणियव्वं ।
ભાવાર્થ :- પ્રશ્ન – હે ભગવન્ ! અવધિજ્ઞાનના કેટલા પ્રકાર છે ?
ઉત્તર – હે ગૌતમ ! અવધિજ્ઞાનના બે પ્રકાર છે, યથા– ભવપ્રત્યયિક અવધિજ્ઞાન અને ક્ષાયોપશમિક અવધિજ્ઞાન. આ રીતે પ્રજ્ઞાપના સૂત્રનું સંપૂર્ણ અવધિજ્ઞાન પદ કહેવું જોઈએ.
વિવેચન :
સૂત્રકારે અવધિજ્ઞાનનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રના અતિદેશપૂર્વક કર્યું છે, તે આ પ્રમાણે છે– અવધિજ્ઞાનના ભેદ, વિષય,સંસ્થાન, આત્યંતર, બાહ્ય, દેશાવધિ, સર્વાધિ વૃદ્ધિ, હાનિ, પ્રતિપાત્તિ અને અપ્રતિપાત્તિ, આ દશ દ્વારોનું વર્ણન છે. અવધિજ્ઞાનના બે ભેદ છે, તેમાંથી ભવ પ્રત્યયિક અવધિજ્ઞાન દેવો અને નારકીઓને હોય છે, સાયોપશમિક—ગુણ પ્રત્યયિક અવધિજ્ઞાન મનુષ્ય અને તિર્યંચોને હોય છે.
અવધિજ્ઞાનનો વિષય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારે છે. તેમાંથી દ્રવ્યની અપેક્ષા અવધિજ્ઞાન જઘન્ય તેજસ વર્ગણા અને ભાષાવર્ગણાના અવગ્રહ પ્રાયોગ્ય (બન્નેના વચ્ચેના દ્રવ્યને જાણે છે તથા ઉત્કૃષ્ટ સર્વરૂપી દ્રવ્યોને જાણે છે. ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ક્ષેત્રને (ક્ષેત્રમાં સ્થિતરૂપી દ્રવ્યોને ) જાણે છે અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ લોકમાં રહેલા રૂપી દ્રવ્યોને જાણે છે અને અલોકમાં લોક જેવડા અસંખ્યાત ખંડ હોય, તો તેને જાણવાનું સામર્થ્ય ધરાવે છે. કાળની અપેક્ષાએ આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અતીત અને અનાગત કાળને (કાળવર્તીરૂપી દ્રવ્યોને) જાણે છે તથા ઉત્કૃષ્ટ અસંખ્યાત ઉત્સર્પિણી–અવસર્પિણી અતીત અનાગત કાલને જાણે છે. ભાવની અપેક્ષા જઘન્ય પ્રત્યેક પુદ્દગલ દ્રવ્યના રૂપાદિ ચાર ગુણોને જાણે છે અને ઉત્કૃષ્ટ પ્રત્યેક રૂપી દ્રવ્યના અસંખ્યાત ગુણોને તથા સર્વરૂપી દ્રવ્યોની અપેક્ષાએ અનંત ગુણોને જાણે છે.