SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય નિરૂપણ છે. ૩૧૫ | ઉપર જઈને એક સો દશ યોજન બાહલ્ય (જાડાઈ)વાળા તિરછા જ્યોતિષ્ક વિષયક આકાશ ભાગમાં જ્યોતિષ્ક દેવોના અસંખ્યાત જ્યોતિષ્ક વિમાનાવાસ છે. તે જ્યોતિષ્ક વિમાન પોતાનામાંથી નીકળતી અને સર્વ દિશાઓમાં ફેલાતી પ્રભાથી ઉજ્જવળ છે, અનેક પ્રકારના મણિ અને રત્નોથી ચિત્રિત છે, વાયુથી ઉડતી વિજય, વૈજયંતી પતાકાઓથી અને છત્રાતિછત્રોથી યુક્ત છે, ગગનતલને અર્થાત્ આકાશના ઉપરી કિનારાને સ્પર્શ કરનાર ઊંચા શિખરવાળા છે, તેની જાળીઓની અંદર રત્નો જડિત છે. જેમ પંજર (પ્રચ્છાદન)થી તત્કાલ કાઢેલી વસ્તુ ચળકતી હોય છે, તેવી જ રીતે રત્નો ચમકે છે. તે વિમાનો મણિ અને સુવર્ણની સ્કૂપિકાઓથી યુક્ત છે, વિકસેલાં શતપત્ર અર્થાત્ સો પાંદડાઓવાળા પુંડરીકો-સફેદ કમળોથી, તિલકોથી અને રત્નોના અર્ધચંદ્રાકાર ચિત્રોથી વ્યાપ્ત છે, અંદર અને બહાર અત્યંત ચીકણા છે, તપાવેલા સુવર્ણની સમાન પાથરેલી રેતીથી યુક્ત સુખદ સ્પર્શવાળા છે, શોભાયુક્ત છે, મનને પ્રસન્ન કરનાર છે અને દર્શનીય છે. વૈમાનિકદેવોના આવાસ : १२ केवइया णं भंते ! वेमाणियावासा पण्णत्ता ? गोयमा ! इमीसे णं रयणप्पभाए पुढवीए बहुसमरमणिज्जाओ भूमिभागाओ उड्डे चंदिम- सूरियगहगण-णक्खत्त तारारूवाणं वीइवइत्ता बहूणि जोयणाणि बहूणि जोयणसयाणि बहूणि जोयणसहस्साणि बहूणि जोयणसयसहस्साणि बहूओ जोयणकोडीओ बहूओ जोयणकोडाकोडीओ असंखेज्जाओ जोयण कोडाकोडीओ उड्डे दूर वीइवइत्ता एत्थ णं वेमाणियाणं देवाणं सोहम्मीसाण-सणंकुमार-माहिंदबंभ-लंतग-सुक्क-सहस्सार-आणय-पाणय-आरण अच्चुएसु गेवेज्जमणुत्तरेसु य चउरासीई विमाणावास सयसहस्सा सत्ताणउई च सहस्सा तेवीसं च विमाणा भवंतीमक्खाया। ભાવાર્થ – પ્રશ્ર – હે ભગવાન! વૈમાનિક દેવોના કેટલા આવાસ કહેલા છે? ઉત્તર – હે ગૌતમ! આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી ઉપર ચંદ્ર, સૂર્ય, ગ્રહગણ,નક્ષત્ર અને તારાઓનું ઉલ્લંઘન કરીને (ઉપર)અનેક યોજન, અનેક સો યોજન, અનેક હજાર, અનેક સો હજાર (લાખ) યોજન, અનેક કોટી યોજન, અનેક કોટાકોટી યોજના અને અસંખ્યાત કોટાકોટી યોજન ઉપર દૂર સુધી આકાશનું ઉલ્લંઘન કરીને સૌધર્મ, ઈશાન, સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, શુક્ર, સહસાર, આણત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પોમાં, રૈવેયકોમાં અને અનુત્તર વિમાનોમાં વૈમાનિક દેવોનાં ચોર્યાસી લાખ સત્તાણું હજાર અને ત્રેવીસ(૮૪,૯૭,૦૨૩) વિમાન છે, એ પ્રમાણે કહ્યું છે. |१३ ते णं विमाणा अच्चिमालिप्पभा भासरासिवण्णाभा अरया णिरया णिम्मला वितिमरा विसुद्धा सव्वरयणामया अच्छा सण्हा लण्हा घट्ठा मट्ठा
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy