________________
દ્વાદશાંગ ગણિપિટક
૨૯૭
પરિકર્મ ચાર નયની અપેક્ષાએ છે. એમાં સ્વસિદ્ધાંતનું વર્ણન છે અને સાતમા પરિકર્મમાં ત્રિરાશિકનો ઉલ્લેખ છે. અહીં અગિયાર ભેદમાંથી સાતનું કથન છે અને ચારનું કથન નથી તથા શેષ ચાર માટે કોઈ સૂચન નથી તેનું કારણ અજ્ઞાત છે અને સત્ત શબ્દથી સાત સંખ્યાનો અર્થ કરાય તો પાછળના સાત ભેદ ત્રણ નયોની અપેક્ષાએ કહ્યા છે એવી કલ્પના પણ કરી શકાય છે. તત્ત્વ જ્ઞાનીગમ્ય છે.
દૃષ્ટિવાદસૂત્રમાં સૂત્ર :
| १८ से किं तं सुत्ताई ? सुत्ताइं अट्ठासीति भवतीति मक्खायाई, तं जहा - उजुगं परिणयापरिणयं बहुभंगियं विजयचरियं अनंतरं परंपरं समाणं संजूह संभिण्णं आहच्चायं सोवत्थियं घंटं गंदावत्तं बहुलं पुट्ठापुढं वियावत्तं एवंभूयं दुआवत्तं वत्तमाणप्पयं समभिरूढं सव्वाओभद्दं पण्णासं दुपडिग्गहं । इच्चेयाइं बावीसं सुत्ताइं छिण्णछेय णइआई ससमय- सुत्तपरिवाडीए, इच्चेयाई बावीसं सुत्ताइं अछिण्णछेय णइयाइं आजीविय सुत्तपरिवाडीए, इच्चेयाइं बावीसं सुत्ताइं तिकणइयाइं तेरासिय सुत्तपरिवाडीए, इच्चेयाइं बावीसं सुत्ताइं चउक्कणइयाइं ससमय सुत्त- परिवाडीए । एवामेव सुपव्वावरेण अट्ठासीति सुत्ताइं भवतीतिमक्खायाइं । से त्तं सुत्ताइं ।
ભાવાર્થ :– પ્રશ્ન – સૂત્રો રૂપ દષ્ટિવાદનું સ્વરૂપ શું છે અર્થાત તેના પ્રકાર કેટલા ?
ઉત્તર – આ અંગમાં અઠ્યાસીસૂત્ર છે, જેમ કે– (૧) ઋજુક (૨) પરિણતાપરિણત (૩) બહુગિક (૪) વિજયચરિત (૫) અનંતર (૬) પરંપર (૭) સમાન–સત્ (શ્યામ)(૮) સંજૂહ-સંયૂથ (૯) સંભિન્ન (૧૦) આહચ્ચય (૧૧) સૌવસ્તિક ઘંટ (૧૨) નંદાવર્ત (૧૩) બહુલ (૧૪) પૃષ્ઠાપૃષ્ઠ (૧૫) વ્યાવર્ત (૧૬) એવંભૂત (૧૭) દ્વયાવર્ત (૧૮) વર્તમાનપદ (૧૯) સમભિરૂઢ (૨૦) સર્વતોભદ્ર (૨૧) પછ્યાસ (પણાસ) (૨૨) દુષ્પ્રતિગ્રહ (દ્ધિ પ્રતિગૃહ). આ બાવીસ સૂત્ર, સ્વસમય સૂત્ર પરિપાટીથી છિન્નછેદનયિક છે. આ જ બાવીસ સૂત્રો આજીવિક સૂત્ર પરિપાટીથી અછિન્નછેદયિક છે. આ જ બાવીસ સૂત્રો ઐરાશિક સૂત્ર પરિપાટીમાં ત્રિકનયિક છે અને આ જ બાવીસ સૂત્ર સ્વસમય સૂત્ર પરિપાટીથી ચતુષ્કનયિક છે. આ રીતે તે દરેક પૂર્વાપર ભેદ મળીને અઠયાસી સૂત્ર હોય છે, એમ કહેવાય છે. આ સૂત્ર નામનો બીજો ભેદ છે. વિવેચન :
આ સૂત્રમાં અઠ્ઠયાસી સૂત્રોનું વર્ણન છે. તેની અંદર સર્વદ્રવ્ય, સર્વપર્યાય, સર્વનય અને સર્વભંગ– વિકલ્પ નિયમ આદિ વિષયોનું નિરૂપણ છે.
વૃત્તિકાર અને ચૂર્ણિકાર બન્નેના મતે ઉક્ત સૂત્રમાં બાવીસ સૂત્ર છિન્નચ્છેદ નયના મત પ્રમાણે સ્વસિદ્ધાંતનું પ્રતિપાદન કરનારા છે અને એ જ સૂત્ર અચ્છિન્નચ્છેદ નયની દષ્ટિથી અબંધક, ત્રિરાશિક