SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વાદશાંગ ગણિપિટક [ ૨૮૩ ] उवदंसिर्जति । से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरणकरणपरूवणया आघविज्जति पण्णविज्जति परूविज्जति दसिज्जति णिदसिजति उवदंसिज्जति । से तं अंतगडदसाओ ।।८।। ભાવાર્થ – પ્રશ્ન –અંતકૃતદશા શું છે? તેમાં શેનું વર્ણન છે? ઉત્તર – અંતકતદશા સૂત્રમાં કર્મોનો અંત કરનાર મહાપુરુષોનાં નગર, ઉદ્યાન, ચૈત્ય, વનખંડ, રાજા, માતા-પિતા, સમવસરણ, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક અને પરલોકની ઋદ્ધિ વિશેષ, ભોગ પરિત્યાગ પ્રવ્રજ્યા, શ્રુત પરિગ્રહ, તપ, ઉપધાન, અનેક પ્રકારની પ્રતિમાઓ, ક્ષમા, આર્જવ, માર્દવ, સત્ય, શૌચ, સત્તર પ્રકારનો સંયમ, ઉત્તમ બ્રહ્મચર્ય, અકિંચન્ય, તપ, ત્યાગનું તથા સમિતિઓ અને ગુપ્તિઓનું વર્ણન છે. તેમજ અપ્રમાદયોગ, સ્વાધ્યાય અને ધ્યાનયોગ, એ બંને ઉત્તમ મુક્તિ સાધનોનું સ્વરૂપ, ઉત્તમ સંયમને પ્રાપ્ત કરીને પરીષહોને સહન કરનારને ચાર પ્રકારનાં ઘાતિકર્મોનો ક્ષય થવા પર જે રીતે કેવલજ્ઞાનનો લાભ થયો, જેટલી શ્રમણ પર્યાય અને કેવલી પર્યાયનું પાલન કર્યું, જે મુનિઓએ જ્યાં પાદપોપગમન કર્યો, જે જ્યાં જેટલા ભક્તોનું છેદન કરીને અંતકૃત મુનિવર અજ્ઞાન અંધકારરૂપ રજથી વિપ્રમુક્ત થઈને અનુત્તર મોક્ષ–સુખને પ્રાપ્ત થયા, તે દરેકનું અને તેના જેવા બીજા પણ અન્ય અનેક અર્થોનું આ અંગમાં વિસ્તારથી પ્રરૂપણ કર્યું છે. અંતકતદશામાં પરિર વાચનાઓ, સંખ્યાત અનુયોગ દ્વાર, સંખ્યાત પ્રતિપત્તિઓ, સંખ્યાત વેઢ, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિર્યુક્તિઓ અને સંખ્યાત સંગ્રહણીઓ છે. અંગ સૂત્રોમાં આ અંતકૃતદશા આઠમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, દશ અધ્યયન છે, સાત વર્ગ છે, દશ ઉદ્દેશનકાલ છે, દશ સમુદેશન કાલ છે, પદ ગણનાની અપેક્ષાએ સખ્યાત હજાર પદ . સંખ્યાત અક્ષર છે, અનંત ગમ છે, અનંત પર્યાય છે. તેમાં પરિમિત ત્રસ જીવો અને અનંત સ્થાવર જીવો,અશાશ્વત-અશાશ્વત ભાવોને સૂત્રરૂપે નિબદ્ધ-ગ્રથિત, નિકાચિત એટલે હેતુ–ઉદાહરણાદિ દ્વારા નિર્ણિત, જિન પ્રજ્ઞપ્ત ભાવો સામાન્ય રૂપે કહ્યા છે, ભેદ પ્રભેદ દ્વારા કહ્યા છે, દષ્ટાંતો દ્વારા સિદ્ધ કર્યા છે, ઉપમાદિ દ્વારા દર્શિત છે, પ્રશ્નોતર, તકદિ દ્વારા નિદર્શિત છે અને નિગમના ઉપનયાદિ દ્વારા ઉપદર્શિત છે. આ અંગનું અધ્યયન કરી અધ્યેતા તેમાં તદ્રુપ બની જાય છે, તેના જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. આ અંગમાં ચરણ–મૂળગણ, કરણ–ઉત્તરગુણની પ્રરૂપણા સામાન્ય રૂપે, વિશેષરૂપે, દષ્ટાંત દ્વારા પ્રરૂપિત દર્શિત, નિદર્શિત ઉપદર્શિત કરવામાં આવી છે. આ આઠમા અંતકતદશા અંગસૂત્રનો પરિચય છે. વિવેચન : આ સૂત્રના નામ પ્રમાણે અંતકૃતદશાનો અભિપ્રાય એ છે કે જે સાધુ સાધ્વીજીઓએ સંયમ, સાધના અને તપ આરાધના કરીને જીવનની અંતિમ ક્ષણમાં કર્મનો સંપૂર્ણ ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ નિર્વાણપદ પ્રાપ્ત કરી લીધું, તેઓના જીવનનું વર્ણન આ અંગમાં છે. તે અંતકતુ કેવળી પણ કહેવાય છે.
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy