________________
દ્વાદશાંગ ગણિપિટક
૨૭૫ |
કરનાર, સુદષ્ટ (સુનિર્ણિત) દીપક સ્વરૂપ, ઈહા, મતિ અને બુદ્ધિને વધારનાર, અનેક પ્રકારના સૂત્રાર્થને પ્રકાશિત કરનાર, શિષ્યોનું હિત કરનાર અને ગુણોથી મહાન તથા અર્થથી પરિપૂર્ણ એવા અન્યૂન (પૂરા) છત્રીસ હજાર વ્યાકરણો અર્થાત્ પ્રશ્નોના ઉત્તરો છે.
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રમાં પરિમિત વાચનાઓ સંખ્યાત અનુયોગ દ્વાર, સંખ્યાત પ્રતિપત્તિઓ, સંખ્યાત વેઢ, સંખ્યાત શ્લોક, સંખ્યાત નિયુક્તિઓ અને સંખ્યાત સંગ્રહણીઓ છે.
અંગ સૂત્રમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્ર પાંચમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે, એકસોથી કંઈક વધારે શતક-અધ્યયન છે, દશ હજાર ઉદ્દેશક છે, દશ હજાર સમુદેશક છે, છત્રીસ હજાર પ્રશ્નોના ઉત્તરો છે, પદ ગણનાની અપેક્ષાએ ચોર્યાસી હજાર પદ , સંખ્યાત અક્ષર છે, અનંત ગમ છે, અનંત પર્યાય છે, તેમાં પરિમિત ત્રસ જીવો અને અનંત સ્થાવર જીવો, શાશ્વત-અશાશ્વત ભાવો, સૂત્ર રૂપે નિબદ્ધ-ગ્રથિત, નિકાચિત એટલેકે હેતુ–ઉદાહરણાદિ દ્વારા નિર્ણિત જિનપ્રજ્ઞપ્ત ભાવો સામાન્ય રૂપે કહ્યા છે, ભેદ પ્રભેદ દ્વારા કહ્યા છે. દષ્ટાંતો દ્વારા સિદ્ધ કર્યા છે, ઉપમાદિ દ્વારા દર્શિત છે, પ્રશ્નોતર, તકદિ દ્વારા નિદર્શિત છે અને નિગમન ઉપનયાદિ દ્વારા ઉપદર્શિત છે.
આ અંગનું અધ્યયન કરી અધ્યેતાતેમાં તદ્રુપ બની જાય છે, તેના જ્ઞાતા, વિજ્ઞાતા બની જાય છે. આ અંગમાં ચરણ-મૂળગુણ, કરણ–ઉત્તરગુણની પ્રરૂપણા સામાન્ય રૂપે, વિશેષરૂપે, દષ્ટાંત દ્વારા પ્રરૂપિત દર્શિત, નિદર્શિત ઉપદર્શિત કરવામાં આવેલ છે. આ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ અંગસૂત્રનો પરિચય છે.
વિવેચન :
આ સુત્રમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ(ભગવતી)નો સંક્ષિપ્ત પરિચય છે. તેમાં એકતાલીસ શતક છે. દશ હજાર ઉદ્દેશક છે, છત્રીસ હજાર પ્રશ્ન છે અને છત્રીસ હજાર ઉત્તર છે. પ્રારંભના આઠ શતક અને બારમા, ચૌદમા, અઢારમા અને વીસમા શતકના દસ દસ ઉદ્દેશકો છે. પંદરમા શતકમાં ઉદ્દેશક નથી. સૂત્રની સંખ્યા આઠસો સડસઠ છે. આ સૂત્રની વિવેચન શૈલી પ્રશ્નોત્તર રૂપે છે.
આ અંગસૂત્રમાં દરેક પ્રશ્ન ગૌતમસ્વામીના નથી પરંતુ ઈન્દ્રના, દેવતાઓના, મુનિઓના, સંન્યાસીઓના અને શ્રાવક આદિના પણ પ્રશ્નો છે. દરેક ઉત્તર પણ ભગવાન મહાવીરના નથી. કોઈક સ્થળે ગૌતમસ્વામીના, કોઈક સ્થળે સામાન્ય મુનિઓના, કોઈક સ્થળે શ્રાવકોના પણ છે. આ સૂત્ર સર્વ સૂત્રો કરતાં વિશાળ છે. આ સૂત્રમાં પન્નવણા, જીવાભિગમ, ઉવવાઈ, રાજપ્રશ્રીય, આવશ્યક, નંદી તથા જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ સૂત્રોના નામોનો ઉલ્લેખ છે તેમ જ તેનું ઉદ્ધરણ પણ છે. સૈદ્ધાંતિક, ઐતિહાસિક, તાત્વિક અને ચારિત્ર સંબંધી વિવિધ વિષયોનું વર્ણન આ સૂત્રમાં છે. આ સૂત્રમાં કેટલાક વિષયો કઠિન છે. જેને ગુરુગમથી જાણી શકાય છે.
જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર :|७ से किं तं णायाधम्मकहाओ? णायाधम्मकहासु णं णायाणं णगराई