________________
૨૩૮
एक्कं छप्पण्णं जोयणसयं दोण्णि य एगूणवीसइभागे जोयणस्स आयामेणं पण्णत्ताओ । अजियस्स णं अरहओ चउणउई ओहिणाणिसया होत्था ।
શ્રી સમવાયાંગ સૂત્ર
ભાવાર્થ :– નિષધ અને નીલવંત વર્ષધર પર્વતોની જીવાઓ ચોરાણું–ચોરાણું હજાર એકસો છપ્પન યોજન તથા એક યોજનના ઓગણીસ ભાગોમાંથી બે ભાગ પ્રમાણ (૯૪૧૫૬– ૨/૧૯) યોજન લાંબી છે. અજિતનાથ અરિહંતના સંઘમાં ચોરાણુંસો (૯૪૦૦) અવધિજ્ઞાની હતા.
પંચાણુંમું સમવાય :
८ सुपासस्स णं अरहओ पंचाणउइं गणा पंचाणउई गणहरा होत्था ।
जंबुद्दीवस्स णं दीवस्स चरिमंताओ चउद्दिसिं लवणसमुद्दं पंचाणउइं पंचाणउइं जोयणसहस्साइं ओगाहित्ता चत्तारि महापायालकलसा पण्णत्ता, तं जहा- वलयामुहे केऊए जूयए ईसरे ।
लवणसमुद्दस्स उभओ पासं वि पंचाणउई पंचाणउइं पएसाओ उव्वेहुस्सेह परिहाणीए पण्णत्ता ।
ભાવાર્થ :
- સુપાર્શ્વ અરિહંતના પંચાણું ગણ અને પંચાણું ગણધર હતા.
આ જંબુદ્રીપના ચરમાન્ત ભાગથી ચારે દિશાઓમાં લવણ સમુદ્રની અંદર પંચાણું પંચાણું હજાર યોજન અવગાહન કરવા પર ચાર મહાપાતાળ કળશ છે, જેમ કે– (૧) વડવા મુખ (૨) કેતુક (૩) ચૂપક (૪) ઈશ્વર.
લવણ સમુદ્રની બંને બાજુએ પંચાણું પંચાણું પ્રદેશે એક એક પ્રદેશની ઊંડાઈ અને ઊંચાઈ ઓછી
થાય છે.
વિવેચન :
લવણ સમુદ્રની મધ્યમાં દશ હજાર યોજન પ્રમાણ ક્ષેત્ર સમ ધરણીતલની અપેક્ષાએ એક હજાર યોજન ઊંડો છે. ત્યાર પછી જંબૂદ્વીપની વેદિકા તરફ પંચાણું પ્રદેશ આગળ જવા પર પાણીની ઊંડાઈ એક પ્રદેશ ઓછી થઈ જાય છે. તેનાથી આગળ પંચાણું પ્રદેશ આવવા પર ઊંડાઈ તેનાથી પણ વધારે એક પ્રદેશ ઓછી થઈ જાય છે. આ ગણિત ક્રમના અનુસાર પંચાણું હાથ જવા પર એક હાથ, પંચાણું યોજન જવા પર એક યોજન અને પંચાણું હજાર યોજન જવા પર એક હજાર યોજન ઊંડાઈ ઓછી થઈ જાય છે અર્થાત્ જંબૂઢીપની વેદિકાની સમીપ લવણ સમુદ્રનો તળભાગ ભૂમિની સમાન તળવાળો છે. આ પ્રમાણે લવણ સમુદ્રના મધ્યભાગના એક હજાર યોજનની ઊંડાઈની અપેક્ષાએ લવણ સમુદ્રનો તટભાગ એક