________________
| ૨૨૬ |
શ્રી સમવાયાંગ સૂત્ર
સ્થાનાન્તર છે. એવી રીતે આગળ પૂર્વની સંખ્યાને ચોર્યાસી લાખથી ગુણાકાર કરવાથી ત્રુટિતા નામનું સ્થાન પ્રાપ્ત થાય છે. આ રીતે પૂર્વથી લઈને શીર્ષપ્રહેલિકા સુધી ચૌદ સ્વસ્થાન અને ચૌદ સ્થાનાત્તર ચોર્યાસી ચોર્યાસી લાખના ગુણાકારવાળાં જાણવાં જોઈએ. ११ उसभस्सणं अरहओ कोसलियस्स चउरासीइंगणा चउरासीइं गणहरा aોલ્યા
उसभस्स णं अरहओ कोसलियस्स उसभसेणपामोक्खाओ चउरासीई समणसाहस्सीओ होत्था ।
सव्वे वि य वेमाणियाणं चउरासीई विमाणावाससयससहस्सा सत्ताणउई सहस्सा तेवीसं च विमाणा भवंतीति मक्खायं । ભાવાર્થ કૌશલિક અરિહંત ઋષભદેવના ચોર્યાસી ગણ અને ચોર્યાસી ગણધર હતા.
કૌશલિક ઋષભ અરિહંતના સંઘમાં ઋષભસેન પ્રમુખ ચોર્યાસી હજાર શ્રમણ હતા.
સર્વ વૈમાનિકદેવોના વિમાનાવાસ કુલ ચોર્યાસી લાખ સત્તાણું હજાર અને ત્રેવીસ(૮૪,૯૭,૦૨૩) છે, એ પ્રમાણે ભગવાને કહ્યું છે. પંચાસીમું સમવાય :|१२ आयारस्स णं भगवओ सचूलियागस्स पंचासीई उद्देसणकाला પUપત્તી | ભાવાર્થ – ચૂલિકા સહિત ભગવાન આચારંગ સૂત્રના પંચાસી ઉદ્દેશન કાલ છે.
વિવેચન :
આચારાંગસૂત્રના બે શ્રુતસ્કંધ છે. તેમાં પ્રથમ શ્રુતસ્કંધના પ્રથમ અધ્યયનમાં સાત, બીજામાં છે, ત્રીજામાં ચાર, ચોથામાં ચાર, પાંચમામાં છે, છઠ્ઠામાં પાંચ, સાતમામાં સાત (જે વિચ્છેદ ગયું છે), આઠમામાં આઠ અને નવમા અધ્યયનમાં ચાર ઉદ્દેશા છે. બીજા શ્રુતસ્કંધમાં પ્રથમ અધ્યયનમાં અગિયાર, બીજામાં ત્રણ, ત્રીજામાં ત્રણ, ચોથામાં બે, પાંચમાં બે, છઠ્ઠામાં બે અને સાતમાં બે ઉદ્દેશક છે. સાત અધ્યયન સુધી ઉદ્દેશક છે. ત્યાર પછીના આઠમા થી સોળ અધ્યયનમાં ઉદ્દેશક નથી. તે અધ્યયનનો જ એક એક ઉદ્દેશન કાલ ગણવામાં આવ્યો છે, તેથી નવ અધ્યયનના નવ ઉશન કાલ થાય છે. તે બધા મળીને ૭+૬+૪+૪+૪+૫+૭+૮+૪+૧૧+૩+ ૩+૨+૨+++++૯ = ૮૫ પંચાસી થાય છે. એક ઉદ્દેશાનો પઠન-પાઠનકાળ એક જ છે અને એક પઠન-પાઠન કાલને એક ઉદ્દેશન કાલ કહેવાય છે. આ રીતે