________________
[ ૨૨૪]
શ્રી સમવાયાંગ સૂત્ર
પછાત્તા I.
पंकबहुलस्स णं कण्डस्स उवरिल्लाओ चरमंताओ हेट्ठिल्ले चरमंते ए सणं चउरासीइं जोयणसयसहस्साई अबाहाए अंतरे पण्णत्ते ।
ભાવાર્થ :–દેવેન્દ્ર દેવરાજ શક્રના ચોર્યાસી હજાર(૮૪,૦૦૦) સામાનિક દેવો છે.
જંબૂદ્વીપની બહારના સર્વ (ચારે ય) મન્દરમેરુ પર્વતો ચોર્યાસી, ચોર્યાસી હજાર(૮૪,000) યોજન ઊંચા છે. નંદીશ્વર દ્વીપના સર્વ (ચારે ય)અંજનક પર્વતો ચોર્યાસી ચોર્યાસી હજાર(૮૪,૦૦૦) યોજન ઊંચા છે.
હરિવર્ષ અને રમ્યક વર્ષની જીવાઓના ધનુપૃષ્ઠનો પરિક્ષેપ (પરિધિ) ચોર્યાસી હજાર સોળ યોજન અને એક યોજનના ઓગણીસ ભાગમાંથી ચાર ભાગ પ્રમાણ (૮૪૦૧૬, ૪/૧૯ યોજન) છે.
પંકબહુલ કાંડના ઉપરી શરમાત્ત ભાગથી તેનો જ અધસ્તન (નીચેનો) ચરમાત્ત ભાગ ચોર્યાસી લાખ યોજના અંતરવાળો છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં હરિવર્ષ, રમ્યવર્ષ ક્ષેત્રની ધનુઃ પૃષ્ઠની પરિધિ નું કથન છે. તે ચોર્યાસી હજાર સોળ યોજન અને એક યોજનના ઓગણીસ્યા ચાર ભાગ પ્રમાણ છે. પ્રાયઃ પ્રતોમાં [પાવલ શબ્દ પ્રયોગ નથી. જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વક્ષસ્કાર-૪, સૂ–પ૯ (૫-૨૭૩) પાઠ અનુસાર તે પાઠમાં ગ્રહણ કરી કૌસમાં રાખ્યો છે.
રત્નપ્રભા પૃથ્વીનો બીજો પકબહુલકાંડ ચોર્યાસી લાખ યોજન જાડો છે. ८ विवाहपण्णत्तीए णं भगवईए चउरासीइं पयसहस्सा पयग्गेणं पण्णत्ता। ભાવાર્થ –વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ નામના ભગવતીસૂત્રના પદ ગણનાની અપેક્ષાએ ચોર્યાસી હજાર પદ .
વિવેચન :
આચારાંગ સૂત્રનાં અઢાર હજાર પદ અને આગળ આગળનાં અંગોનાં તેનાથી બમણાં–બમણાં પદ હોવાથી ભગવતી સૂત્રનાં બે લાખ અઠયાસી હજાર પદ મતાન્તરથી સિદ્ધ થાય છે. અક્ષરોના સમૂહને પદ કહે છે.
| ९ चोरासीइं णागकुमारावाससयसहस्सा पण्णत्ता । चोरासीई