________________
[ ૨૦૦]
શ્રી સમવાયાંગ સૂત્ર
ત્રેસઠમું સમવાય :| ३ | उसभे णं अरहा कोसलिए तेसद्धिं पुव्वसयसहस्साई महारायवासमझे वसित्ता मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए ।
हरिवास-रम्मयवासेसु मणुस्सा तेवट्ठिए राइदिएहिं संपत्तजोव्वणा भवंति।
णिसढे णं पव्वए तेवढेि सूरोदया पण्णत्ता । एवं णीलवंते वि । ભાવાર્થ :- કૌશલિક ઋષભ અરિહંત ત્રેસઠ લાખ પૂર્વવર્ષ સુધી રાજ્યાસને રહીને પછી મુંડિત થઈને ગૃહસ્થ ધર્મથી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થયા.
હરિવર્ષ અને રમ્યફ વર્ષમાં મનુષ્ય ત્રેસઠ રાત્રિ દિવસમાં પૂર્ણ યૌવનને પ્રાપ્ત થાય છે અર્થાત્ ત્યાર પછી તેને માતા પિતા દ્વારા પરિપાલનની અપેક્ષા રહેતી નથી.
નિષધ પર્વત પર ત્રેસઠ સૂર્યોદય કહ્યા છે. એવી રીતે નીલવંત પર્વત પર પણ ત્રેસઠ સૂર્યોદય કહ્યા છે. વિવેચન :નિષધ–નીલપર્વત ઉપર ત્રેસઠ સૂર્યોદય :- જંબુદ્વીપગત બંને સૂર્ય સુદર્શન મેરુપર્વતને પ્રદક્ષિણા કરે છે. તેના વર્તુળાકાર નિયત માર્ગને સૂર્ય મંડળ કહે છે. બંને સૂર્ય પ્રદક્ષિણા કરતાં કરતાં પ૧0 યોજન દૂર જાય છે અને પુનઃ પ્રદક્ષિણા કરતાં-કરતાં અંદર આવે છે.
સૂર્યના આવા કુલ ૧૮૪ મંડળ છે. તેમાં જેબૂદ્વીપ ઉપર ૫ મંડળ છે અને ૧૧૯ મંડળ લવણ સમુદ્ર ઉપર છે. જંબૂદ્વીપ ઉપર ૫ મંડળમાંથી ૩ મંડળ નિષધ અને નીલવાન પર્વત ઉપર છે અને બે મંડળ હરિવર્ષરમ્યફવર્ષની જીવાકોટી ઉપર છે.
- બંને સૂર્ય સામસામી દિશામાં રહી પરિભ્રમણ કરે છે. એક સૂર્ય નિષધ પર્વત ઉપર આવે ત્યારે તે ભારતવર્ષને પ્રકાશિત કરે છે અને તે જ સમયે બીજો સૂર્ય નીલવાન પર્વત ઉપર આવીને ઐરાવત ક્ષેત્રને પ્રકાશિત કરે છે. નિષધ અને નિલવાન પર્વત ઉપર સૂર્યના ૩ મંડળ હોવાથી અહીં સૂત્રકારે નિષધ-નિલવાન પર્વત ઉપર ૩ સૂર્યોદય કહ્યા છે. ચોસઠમું સમવાય :|४ अट्ठट्ठमिया णं भिक्खुपडिमा चउसट्ठीए राइदिएहिं दोहि य अट्ठासीएहिं भिक्खासएहिं अहासुत्तं जाव आणाए अणुपालित्ता भवइ । ભાવાર્થ :- અષ્ટ–અષ્ટમિકા ભિક્ષુ પ્રતિમા ચોસઠ રાત દિવસમાં, બસો અઢ્યાસી ભિક્ષાદત્તિઓથી