________________
તેત્રીસમું સમવાય
(સાડા સોળ મહિને) આન—પ્રાણ, શ્વાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે. તે દેવોને તેત્રીસ હજાર વર્ષ પછી આહાર કરવાની ઈચ્છા થાય છે.
૧૬૯
५ संतेगइया भवसिद्धिया जीवा जे तेत्तीसं भवग्गहणेहिं सिज्झिस्संति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति ।
ભાવાર્થ :- કેટલાક ભવ્ય સિદ્ધિક જીવો તેત્રીસ ભવ ગ્રહણ કરીને સિદ્ધ થશે, બુદ્ધ થશે, કર્મોથી મુક્ત થશે, પરમ નિર્વાણને પ્રાપ્ત કરશે અને સર્વ દુઃખોનો અંત કરશે.
વિવેચન :
સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો તો નિશ્ચયથી એક મનુષ્ય ભવ ગ્રહણ કરીને મુક્ત થાય છે અને વિજય આદિ શેષ ચાર અનુત્તર વિમાનોના દેવો જઘન્ય એક અને ઉત્કૃષ્ટ તેર ભવ કરી નિશ્ચયથી મુક્ત થાય છે.
સમવાય-૩૩ સંપૂર્ણ