________________
ત્રીસ સમવાય
| १५
|
|६ पासे णं अरहा तीसं वासाई अगारवासमज्झे वसित्ता अगाराओ अणगारियं पव्वइए । समणे णं भगवं महावीरे तीसं वासाई अगारवासमझे वसित्ता अगाराओ अणगारिय पव्वइए ।
ભાવાર્થ :- પાર્શ્વનાથ અહંતુ ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થવાસમાં રહીને પછી ગૃહસ્થધર્મનો ત્યાગ કરીને અણગારધર્મમાં પ્રવ્રજિત થયા. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થવાસમાં રહીને પછી ગૃહસ્થધર્મનો ત્યાગ કરીને અણગારધર્મમાં પ્રવ્રજિત થયા.
७ रयणप्पभाए णं पुढवीए तीसं णिरयावासयसहस्सा पण्णत्ता । ભાવાર્થ :- રત્નપ્રભા પૃથ્વીમાં ત્રીસ લાખ નરકાવાસ છે.
८ इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं तीसं पलिओवमाई ठिई पण्णत्ता । अहेसत्तमाए पुढवीए अत्थेगइयाणं रइयाणं तीसं सागरोवमाइं ठिई पण्णत्ता । असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं तीसं पलिओवमाई ठिई पण्णत्ता ।
ભાવાર્થ :- આ રત્નપ્રભા નરક પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ ત્રીસ પલ્યોપમની છે. અધસપ્તમ સાતમી નરક પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ ત્રીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ત્રીસ પલ્યોપમની છે. |९ उवरिमउवरिम गेवेज्जयाणं देवाणं जहण्णेणं तीसं सागरोवमाई ठिई पण्णत्ता । जे देवा उवरिममज्झिम गेवेज्जएसु विमाणेसु देवत्ताए उवण्णा तेसि णं देवाणं उक्कोसेणं तीसं सागरोवमाई ठिई पण्णत्ता । ते णं देवा तीसाए अद्धमासेहिं आणमंति वा, पाणमंति वा, उस्ससंति वा, णिस्ससंति वा । तेसिं णं देवाणं तीसाए वाससहस्सेहिं आहारटे समुप्पज्जइ । ભાવાર્થ :- ઉપરિમ ઉપરિમ (નવમા) રૈવેયક દેવોની જઘન્ય સ્થિતિ ત્રીસ સાગરોપમની છે, જે દેવ ઉપરિમ મધ્યમ (આઠમા) રૈવેયક વિમાનોમાં દેવરૂપેથી ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ સાગરોપમની છે. તે દેવ ત્રીસ અર્ધમાસે એટલે પંદર મહિને આન-પ્રાણ, ઉચ્છવાસ લે છે અને નિઃશ્વાસ મૂકે છે. તે દેવોને ત્રીસ હજાર વર્ષ પછી આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. १० संतेगइया भवसिद्धिया जीवा जे तीसाए भवग्गहणेहिं सिज्झिस्सति बुज्झिस्संति मुच्चिस्संति परिणिव्वाइस्संति सव्वदुक्खाणमंतं करिस्संति ।