________________
૧૫ર |
શ્રી સમવાયાંગ સૂત્ર
| २ थेरे णं मंडियपुत्ते तीसं वासाई सामण्णपरियायं पाउणित्ता सिद्ध बुद्धे जाव सव्वदुक्खप्पहीणे । ભાવાર્થ :- સ્થવિર મંડિત પુત્ર ત્રીસ વર્ષની દીક્ષા પર્યાય પાળીને સિદ્ધ થયા, બુદ્ધ થયા, થાવત્ સર્વ દુઃખોથી રહિત થયા. |३| एगमेगे णं अहोरत्ते तीसमुहुत्ते मुहुत्तग्गेणं पण्णत्ते । एएसिं णं तीसाए महत्ताणं तीसं णामधेज्जा पण्णत्ता, तं जहा- रोद्दे सत्ते मित्ते वाऊ सुपीए अभिचंदे माहिदे पलंबे बंभे सच्चे आणंदे विजए विस्ससेणे पायावच्चे उवसमे १५, ईसाणे तटे भाविअप्पा वेसमणे वरुणे सतरिसभे गंधव्वे अग्गिवेसायणे आतवे आवत्ते २५, तट्ठवे भूमहे रिसभे सव्वट्ठसिद्धे रक्खसे । ભાવાર્થ :- મુહૂર્ત ગણનાની અપેક્ષાએ એકેક અહોરાત્રિ(દિવસ–રાત્રિ)ના ત્રીસ મુહૂર્ત છે. આ ત્રીસ મુહુર્તનાં ત્રીસ નામ છે. (૧) રૌદ્ર (૨) શક્ત (૩) મિત્ર (૪) વાયુ (૫) સુરત (૬) અભિચંદ્ર (૭) માહેન્દ્ર (૮) પ્રલમ્બ (૯) બ્રહ્મ (૧૦) સત્ય (૧૧) આનંદ (૧૨) વિજય (૧૩) વિશ્વસેન (૧૪) પ્રાજાપત્ય (૧૫) ઉપશમ (૧૬) ઈશાન (૧૭) તe (૧૮) ભાવિતાત્મા (૧૯) વૈશ્રવણ (૨૦) વરુણ (૨૧) શતઋષભ (રર) ગાંધર્વ (૨૩) અગ્નિ વૈશાયન (૨૪) આતપ (૨૫) આવર્ત (ર૬) તઝવાન (૨૭) ભૂમહ (મહાન) (૨૮) ઋષભ (૨૯) સર્વાર્થસિદ્ધ (૩૦) રાક્ષસ. વિવેચન :
આ મુહૂર્તની ગણના સૂર્યોદયથી ક્રમશઃ થાય છે. તેના મધ્યવર્તી, ૧૩વિશ્વસેનથી ૧૮ ભાવિતાત્મા પયતના છ મુહૂર્ત ક્યારેક દિવસમાં અંતર્ભત થાય છે, અને કયારેક રાત્રિમાં અંતર્ભત છે, જ્યારે અઢાર મુહૂર્તનો દિવસ હોય છે, ત્યારે તે દિવસમાં ગણાય છે અને જ્યારે અઢાર મુહૂર્ત રાત્રિની હોય છે ત્યારે તે રાત્રિમાં ગણાય છે.
४ अरे णं अरहा तीसं धणूई उठं उच्चत्तेणं होत्था । ભાવાર્થ :- અઢારમા અરનાથ અરિહંત ત્રીસ ધનુષ ઊંચા હતા. | ५ | सहस्सारस्स णं देविंदस्स देवरण्णो तीसं सामाणिय साहस्सीओ पण्णत्ताओ।
ભાવાર્થ :- સહસ્ત્રાર દેવેન્દ્ર દેવરાજના ત્રીસ હજાર સામાનિક દેવ છે.