________________
१४८
શ્રી સમવાયાંગ સૂત્ર
अणागयस्स णयवं, दारे तस्सेव धंसिया । विउलं विक्खोभइत्ताणं, किच्चा णं पडिबाहिरं ।।१०।। उवगतं पि झपित्ता, पडिलोमाहिं वग्गुहिं ।
भोगभोगे वियारेइ, महामोहं पकुव्वइ ।।११।। ભાવાર્થ :- મંત્રીઓના વિશ્વાસે શાસન ચલાવનાર રાજાનો કુટિલ મંત્રી દરબારીઓમાં ફાટફૂટ પડાવી, ષડયંત્ર દ્વારા રાજાને રાજ્યભ્રષ્ટ કરી રાજ્ય પડાવી લે, રાણીઓના શીલને ખંડિત કરે, તેનો વિરોધ કરનારા સામંતોનો તિરસ્કાર કરી, તેઓના સુખભોગનો નાશ કરે, તે મહામોહનીય કર્મ બાંધે છે. આ દસમું મહામોહબંધન સ્થાન છે.
अकुमारभूए जे केई, कुमारभूए त्ति हं वए ।
इत्थीहिं गिद्धे वसए, महामोह पकुव्वइ ।।१२।। ભાવાર્થ :- જે વ્યક્તિ બાળબ્રહ્મચારી ન હોવા છતાં સ્વયંને બાળબ્રહ્મચારી કહેવડાવે અને ગુપ્ત રીતે સ્ત્રીનું સેવન કરે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ અગિયારમું મહામોહ બંધન સ્થાન છે.
अबंभयारी जे केई, बंभयारि त्ति हं वए । गद्दहे व्व गवां मज्झे विस्सरं णयइ णदं ।।१३।। अप्पणो अहिए बाले, मायामोसं बहुं भसे ।
इत्थीविसयगेहीए, महामोहं पकुव्वइ ।।१४।। ભાવાર્થ :- બ્રહ્મચારી ન હોવા છતાં હું બ્રહ્મચારી છે, એ રીતે ખોટું બોલનારા, ગાયોની વચ્ચે ગધેડાની જેમ અયોગ્ય બકવાટ કરે છે, પોતાના આત્માનું અહિત કરનારા જે મૂર્ખ-માયાવી મહામૃષા બોલીને સ્ત્રીઓમાં આસક્ત રહે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ બારમું મહામોહ બંધસ્થાન છે.
जं णिस्सए उव्वहइ, जससाहिगमेण वा ।
तस्स लुब्भइ वित्तम्मि, महामोह पकुव्वइ ।।१५।। ભાવાર્થ:- જે વ્યક્તિ જેના આશ્રયે આજીવિકા પ્રાપ્ત કરતા હોય, જેની સેવાથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી હોય, તેના જ ધનનું અપહરણ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ તેરમું મહામોહ બંધસ્થાન છે.
ईसरेण अदुवा गामेणं, अणिसरे ईसरीकए । तस्ससंपय हीणस्स, सिरी अतुलमागया ।।१६।। ईसादोसेण आविटे, कलुसाविलचेयसे । जे अंतरायं चेएइ, महामोहं पकुव्वइ ।।१७।।