________________
ત્રેવીસમું સમવાય
| ૧૧૭.
સૂર્યોદયના મુહૂર્તમાં (દિવસના પ્રથમ ભાગમાં) શ્રેષ્ઠ કેવળ જ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું. જંબુદ્વીપ નામના આ દ્વીપમાં આ અવસર્પિણી કાળના ત્રેવીસ તીર્થકરો પૂર્વભવમાં અગિયાર અંગના ધારક હતા, જેમ કે– અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, યાવતુ પાર્શ્વનાથ અને મહાવીર. કૌશલિક ઋષભ અરિહંત પૂર્વભવમાં ચૌદપૂર્વી હતા. विवेयन :
ટીકાકારનો મત છે કે બાવીસ તીર્થકરોને પ્રથમ ભાગમાં કેવળજ્ઞાન થયું અને મલ્લીનાથ તથા મહાવીરસ્વામીને દિવસના અંતિમ ભાગમાં કેવળજ્ઞાન થયું. જ્ઞાતાસૂત્ર અનુસાર તે ઉચિત જ છે પરંતુ સમવાયાંગ સૂત્રમાં સંખ્યા સંકલનમાં કઈ વિશેષ અપેક્ષા છે, તે વિચારણીય છે. | ३ जंबुद्दीवे णं दीवे इमीसे ओसप्पिणीए तेवीसं तित्थंकरा पुव्वभवे मंडलियरायाणो होत्था । तं जहा- अजित-संभव-अभिणंदण जाव पासो वद्धमाणो य । उसभे णं अरहा कोसलिए पुव्वभवे चक्कवट्टी होत्था । ભાવાર્થ :- જેબૂદ્વીપ નામના દ્વીપમાં આ અવસર્પિણી કાળના ત્રેવીસ તીર્થંકર પૂર્વભવમાં માંડલિક રાજા હતા, જેમ કે– અજિતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી ભાવત પાર્શ્વનાથ તથા વર્ધમાન સ્વામી, કૌશલિક ઋષભ અરિહંત પૂર્વભવમાં ચક્રવર્તી હતા. |४| इमीसे णं रयणप्पभाए पुढवीए अत्थेगइयाणं णेरइयाणं तेवीसं पलिओवमाइं ठिई पण्णत्ता । अहे सत्तमाए णं पुढवीए अत्थेगइयाणं णेरइयाणं तेवीसं सागरोवमाइं ठिई पण्णत्ता। असुरकुमाराणं देवाणं अत्थेगइयाणं तेवीसं पलिओवमाई ठिई पण्णत्ता। सोहम्मीसाणाणं देवाणं अत्थेगइयाणं तेवीसं पलिओवमाइ ठिई पण्णत्ता। ભાવાર્થ :- આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ ત્રેવીસ પલ્યોપમ છે. સાતમી પૃથ્વીના કેટલાક નારકીઓની સ્થિતિ ત્રેવીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ ત્રેવીસ પલ્યોપમની છે. સૌધર્મ-ઈશાન કલ્પમાં કેટલાક દેવોની સ્થિતિ ત્રેવીસ પલ્યોપમની છે. [५ हेट्ठिममज्झिमगेविज्जाणं देवाणं जहण्णेणं तेवीसं सागरोवमाइं ठिई पण्णत्ता । जे देवा हेट्ठिम हेट्ठिमगेवेज्जयविमाणेसु देवत्ताए उववण्णा तेसि णं देवाणं उक्कोसेणं तेवीसं सागरोवमाई ठिई पण्णत्ता । ते णं देवा तेवीसाए अद्धमासाणं आणमति वा, पाणमति वा, ऊससंति वा णीससंति वा । तेसि णं देवाणं तेवीसाए वाससहस्सेहिं आहारट्टे समुप्पज्जइ ।