________________
| બાવીસમું સમવાય
૧૧૩
– બાવીસમ સમવાય - 27/zzzzzzzzzzz
પરિચય :
આ સમવાયમાં બાવીસ સંખ્યાથી સંબંધિત વિષયોનું નિરૂપણ છે, યથા- બાવીસ પરીષહ, દષ્ટિવાદનાં બાવીસ સૂત્ર, પુગલના બાવીસ પ્રકાર તથા નારકી અને દેવોની બાવીસ પલ્યોપમ તથા સાગરોપમની સ્થિતિ તથા બાવીસ ભવ કરીને મોક્ષમાં જનારા જીવોનું વર્ણન છે. | १ बावीसं परीसहा पण्णत्ता, तं जहा- १. दिगिंछापरीसहे २. पिवासापरीसहे ३. सीयपरीसहे ४. उसिणपरीसहे ५. दसमसगपरीसहे ६. अचेलपरीसहे ७. अरइपरीसहे ८. इत्थीपरीसहे ९. चरियापरीसहे १०. णिसीहियापरीसहे ११. सिज्जापरीसहे १२. अक्कोसपरीसह १३. वहपरीसहे १४. जायणापरीसहे १५. अलाभपरीसहे १६. रोगपरीसहे १७. तणफासपरीसहे १८. जल्लपरीसहे १९.सक्कारपुरक्कारपरीसहे २०. पण्णापरीसहे २१. अण्णाणपरीसहे २२. दसणपरीसहे । ભાવાર્થ :- બાવીસ પરીષહ છે, જેમ કે– (૧) ભૂખનો પરીષહ (ર) તરસનો પરીષહ(૩) ઠંડીનો પરીષહ(૪) ગરમીનો પરીષહ (૫) ડાંસ–મચ્છરનો પરીષહ (૬) અચલ–વસ્ત્રરહિત રહેવાનો પરીષહ(૭) અરતિ (સંયમની અરુચિ) પરીષહ (૮) સ્ત્રી પરીષહ(૯) ચર્યા–ચાલવાનો પરીષહ (૧૦) નિષધા (ભય યુક્ત જગ્યાએ બેસવાનો) પરીષહ (૧૧) શય્યા-પ્રતિકૂલ મકાનનો પરીષહ (૧૨) આક્રોશ વચન પરીષહ (૧૩) વધ પરીષહ (૧૪) યાચના પરીષહ (૧૫) અલાભ પરીષહ (૧૬) રોગ પરીષહ (૧૭) તૃણસ્પર્શ પરીષહ (૧૮) જલ(મેલનો) પરીષહ (૧૯) સત્કાર પુરસ્કાર પરીષહ (૨૦) પ્રજ્ઞા પરીષહ (૨૧) અજ્ઞાન પરીષહ અને (રર) દર્શન પરીષહ. વિવેચન :પરીષહ – સંયમ દૂષિત ન થાય અને પૂર્વ સંચિત્ત કર્મોની નિર્જરા થાય, એ ભાવનાથી ભૂખ, તરસ, ઠંડી, ગરમી, ડાંસ, મચ્છરના ડંખ વગેરે કષ્ટો સમભાવપૂર્વક સહન કરવાં તેને પરીષહ કહે છે, તે બાવીસ છે. તેનું વિસ્તૃત વર્ણન ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨ માં છે. | १ | दिट्ठिवायस्स णं बावीसं सुत्ताई छिण्णछेय णइयाई ससमय सुत्तपरिवाडीए, बावीसं सुत्ताइं अच्छिण्ण-छेय-णइयाई आजीवियसुत्तपरिवाडीए, बावीसं सुत्ताई