________________
[ ૧૧૦]
શ્રી સમવાયાંગ સૂત્ર
सबले २१. अभिक्खणं अभिक्खणं सीओदय वियडवग्घारियपाणिणा असणं वा पाणं वा खाइमं वा साइमं वा पडिगाहित्ता भुंजमाणे सबले । ભાવાર્થ :- સબલદોષ એકવીસ છે, યથા-(૧) હસ્તકર્મ કરવું (૨) મૈથુન સેવન કરવું (૩) રાત્રિભોજન કરવું (૪) આધાકર્મી આહાર વાપરવો (૫)શય્યાતર-મકાનમાં રહેવાની આજ્ઞા આપનારના આહારાદિ વાપરવા (૬) સાધુના ઉદ્દેશથી બનાવેલો, સાધુ માટે ખરીદેલો, ઉધાર લાવેલો, ઝૂંટવીને લાવેલો, ભાગીદારની આજ્ઞા વિના લાવેલો, સાધુના સ્થાને સામે લાવેલો આહાર વાપરવો (૭) વારંવાર પ્રત્યાખ્યાનનો ભંગ કરવો (૮) છ મહિનાની અંદર એક ગણ-ગચ્છમાંથી બીજા ગચ્છમાં જવું (૯) એક મહિનાની અંદર ત્રણવાર ઉદક લેપ અર્થાતુ મોટી નદી પાર કરવી (૧૦) એક મહિનાની અંદર ત્રણવાર માયા કરવી. (૧૧) રાજપિંડ વાપરવો (૧૨) જાણીજોઈને જીવ હિંસા કરવી (૧૩) જાણી જોઈને અસત્ય બોલવું (૧૪) જાણી જોઈને અદત્ત- નહીં આપેલી વસ્તુ ગ્રહણ કરવી (૧૫) જાણી જોઈને સચિત્ત પૃથ્વી પર સૂવું, બેસવું, (૧૬) જાણી જોઈને સચિત્ત જલથી સ્નિગ્ધ પૃથ્વી પર અને સચિત્ત રજથી યુક્ત પૃથ્વી પર રહેવું, સૂવું, બેસવું. (૧૭) જાણી જોઈને સચિત્ત શિલા પર, સચિત્ત પથ્થરના ઢગલા પર, ઘુણ-જીવો લાગેલા લાકડા પર તથા ઈડાયુક્ત, બેઇન્દ્રિયાદિ જીવયુક્ત, બીજયુક્ત, લીલાઘાસયુક્ત, ઝાકળ યુક્ત, પાણીયુક્ત, કીડીના દર યુક્ત, શેવાળયુક્ત, ભીની માટી પર તથા કરોળિયાના જાળા યુક્ત સ્થાન પર સ્વાધ્યાયાદિ કરવા રહેવું, સૂવું, બેસવું (૧૮) જાણી જોઈને મૂળ, કંદ, સ્કંધ, છાલ, કૂંપળ, પત્ર, પુષ્પ, ફળ, બીજ અને લીલી વનસ્પતિનું ભોજન કરવું (૧૯) એક વર્ષની અંદર દશવાર ઉદકલેપ અર્થાત્ મોટી નદી પાર કરવી (૨૦) એક વર્ષમાં દશવાર માયાનું સેવન કરવું (૨૧) જાણી જોઈને ઠંડા-સચિત્ત પાણીથી ભીના હાથ, પાત્ર, ચમચા અથવા વાસણથી ભોજન, પાણી, મીઠાઈ, મુખવાસ ગ્રહણ કરી વાપરવા.
વિવેચનઃ
શબલ દોષ- મૂળ ગુણ તથા મહાવ્રતોમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર રૂપ દોષોનું સેવન થાય, તે શબલદોષ છે. તેનું વિસ્તૃત વર્ણન શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્રઃ દશા–ર થી જાણવું. | २ णिअट्टिबादरस्स णं खवियसत्तयस्स मोहणिज्जस्स कम्मस्स एक्कवीसं कम्मंसा संतकम्मा पण्णत्ता, तं जहा- अपच्चक्खाणकसाए कोहे, अपच्चक्खाणकसाए माणे, अपच्चक्खाणकसाए माया, अपच्चक्खाणकसाए लोभे, पच्चक्खाणावरणकसाए कोहे, पच्चक्खाणावरणकसाएमाणे, पच्चक्खाणावरणकसाए माया, पच्चक्खाणा- वरणकसाए लोहे, संजलणकसाए कोहे, संजलणकसाए माणे, संजलणकसाए माया, संजलणकसाए लोहे, इत्थिवेदे पुंवेदे णपुंसगवेदे हासे अरति-रति-भयસો-દુછી.