________________
તેરમું સમવાય
૬
૭
|
તેરમું સમવાય EZP/PP/PP//
પરિચય :
આ સમવાયમાં તેર-તેર સંખ્યાથી સંબંધિત વિષયોનું પ્રતિપાદન છે, યથા–તેર ક્રિયા સ્થાન, સૌધર્મ અને ઈશાન કલ્પના તેર વિમાન પ્રસ્તટ, પ્રાણાયુ નામના બારમા પૂર્વમાં તેર વસ્તુ-અધિકાર, ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં તેર પ્રકારના યોગ, સૂર્યમંડલના વિસ્તાર તથા નારકી દેવોની તેર પલ્યોપમ અને તેર સાગરોપમની સ્થિતિનું નિરૂપણ છે અને અંતે તેર ભવ કરી મુક્ત થતાં જીવોનો ઉલ્લેખ છે. | १ तेरस किरियाठाणा पण्णत्ता, तं जहा- अट्ठादंडे अणद्वादंडे हिंसादण्डे अकम्हादंडे दिट्ठिविपरियासियादंडे मुसावायवत्तिए अदिण्णादाणवत्तिए अज्झत्थिए माणवत्तिए मित्तदोसवत्तिए मायावत्तिए लोभवत्तिए इरियावहिए णाम तेरसमे ।
ભાવાર્થ :- ક્રિયાસ્થાન તેર છે, જેમ કે– ૧. અર્થદંડ ક્રિયા ૨. અનર્થદંડ ક્રિયા ૩. હિંસાદંડ ક્રિયા ૪. અકસ્માતદંડ ક્રિયા છે. દષ્ટિ વિપર્યાસ દંડ ક્રિયા ૬. મૃષાવાદ પ્રત્યય ક્રિયા ૭. અદત્તાદાન પ્રત્યય ક્રિયા ૮. આધ્યાત્મ ક્રિયા ૯. માન પ્રત્યય ક્રિયા ૧૦.મિત્રદ્વેષ પ્રત્યય ક્રિયા ૧૧. માયાપ્રત્યય ક્રિયા ૧૨. લોભપ્રત્યય ક્રિયા અને ૧૩. ઈર્યાપથિક ક્રિયા.
વિવેચન :
કર્મબંધના કારણભૂત ચેષ્ટા વિશેષને ક્રિયા કહે છે. રિયાસ્થાનનાં તેર ભેદ છે, યથા (૧) પોતાના શરીર, કટુંબ વગેરેના પ્રયોજનથી જીવ હિંસા થાય, તે અર્થદંડ ક્રિયા છે. (૨) પ્રયોજન વિના જીવહિંસા થાય, તે અનર્થદંડ ક્રિયા છે. (૩) સંકલ્પપૂર્વક કોઈ પ્રાણીને મારવા, તે હિંસાદંડ ક્રિયા છે. (૪) ઉપયોગ વિના અકસ્માત જીવનો ઘાત થાય તે અકસ્માત દંડ ક્રિયા છે. (૫) દષ્ટિ અથવા બુદ્ધિનો વિભ્રમ થવાથી
જીવઘાત થાય, તે દષ્ટિ વિપર્યાસ દંડ ક્રિયા છે, જેમ કે મિત્રને શત્રુ સમજીને મારવો. (૬) ખોટું બોલવાના નિમિત્તથી થનારી ક્રિયા અષા પ્રત્યય ક્રિયા છે. (૭) અદત્ત વસ્તુના આદાનથી—ચોરીના નિમિત્તથી થનારી ક્રિયા અદત્તાદાન પ્રત્યય ક્રિયા કહે છે. (૮) અધ્યાત્મનો અર્થ અહીં મન થાય છે. બહારના નિમિત્ત વિના મનના અશુભ ચિંતનથી, આર્ત– રૌદ્ર ધ્યાનથી જે ક્રિયા થાય, તે આધ્યાત્મિક દંડ ક્રિયા છે. (૯) અભિમાનના નિમિત્તથી જે ક્રિયા થાય, તે માન પ્રત્યય ક્રિયા છે. (૧૦) મિત્રજન, માતા-પિતા વગેરેનો થોડો અપરાધ હોવા છતાં પણ વધારે દંડ દેવો તે મિત્રદ્રેષ પ્રત્યય ક્રિયા છે. (૧૧) માયાચારના નિમિત્તે જે