________________
[ ૬૪]
શ્રી સમવાયાંગ સૂત્ર
એકનિષ્ઠમણ – પ્રથમ છ આવર્તન કર્યા પછી બંને હાથથી અને પશ્ચાત્ મસ્તકથી ગુરુ ચરણોનો સ્પર્શ કરે તથા હાનિ નામનો ફેવસિયં વદ્દ નો પાઠ બોલે ત્યારપછી ઊભા થઈને રજોહરણથી પોતાની પાછળની ભૂમિનું પ્રમાર્જન કરતા ગુરુદેવના મુખ કમળ પર દષ્ટિ સ્થિર કરીને આસિયા કહેતા પાછા પગલેથી પાછો ફરે અને અવગ્રહથી બહાર નીકળી જાય આ નિષ્ક્રમણ આવશ્યક છે.
અવગ્રહની બહાર આવી ગુરુદેવની તરફ મુખ રાખી, બંને હાથ જોડી, સ્થિર ઊભા રહીને સ્થિત થઈને ડિજમાન થી લઈને સંપૂર્ણ ખમાસમણાનો પાઠ પરિપૂર્ણ કરે. બીજી વારના વંદનમાં ગુરુની સમક્ષ સંપૂર્ણ પાઠ બોલવાનો હોય છે, તેથી બીજીવાર નિષ્ક્રમણ આવશ્યક થતો નથી. ત્રણ ગતિઃ - શિષ્ય જ્યારે અવગ્રહમાં પ્રવેશ કરે છે ત્યારે નિદિ શબ્દનું ઉચ્ચારણ કરે છે અર્થાતુ હવે હું મન, વચન અને કાયાની અન્ય બધી જ પ્રવૃત્તિઓનો નિષેધ કરું છું અને ત્રણે ય યોગોને એક માત્ર વંદન ક્રિયામાં જ નિયુક્ત કરું છું. આ શબ્દોનું ઉચ્ચારણ એકાગ્ર ભાવનું તથા ત્રણે ય ગુપ્તિઓના આવશ્યકનું નિદર્શન કરે છે. મનોગતિ - મનમાં એક માત્ર વંદનાનો ભાવ જીવંત રાખી અન્ય સંકલ્પોને નિવૃત્તિ આપી દેવી, તે મનોગુપ્તિ આવશ્યક છે. અનેક વિકલ્પોથી ઘેરાયેલા મનથી વંદના કરવાથી કર્મનિર્જરા થતી નથી. વચન ગુપ્તિ– વંદના કરતા સમયે વચ્ચે કાંઈ બોલવું નહીં, વચનનો વ્યાપાર વંદન ક્રિયાના પાઠમાં જ જોડી રાખવો તથા અસ્મલિત, સ્પષ્ટ અને સ્વર પ્રમાણે ઉચ્ચારણ કરવા, તે વચનગુપ્તિ છે. કાય ગુપ્તિશરીરનો વ્યાપાર વંદન ક્રિયા સિવાયના અન્ય કાર્યોમાં ન જોડવો તથા શરીરને આગળ પાછળ હલાવ્યા વગર પૂર્ણ રૂપથી નિયંત્રિત રાખવું, વંદના સિવાય સર્વ ક્રિયાઓનો નિષેધ કરવો, તે કાયગુપ્તિ છે. ચાર શિર :- અવગ્રહમાં પ્રવેશ કરી શિષ્ય ક્ષમાપના કરે ત્યારે ગુરુની બરાબર સમ્મુખ ઊભા રહે છે, તેથી શિષ્ય તથા ગુરુના, એમ બે શિર પરસ્પર એક બીજાની સન્મુખ હોય છે. આ પ્રથમ ખમાસમણાના બે શિર સંબંધી આવશ્યક છે. આ જ પ્રમાણે બીજા ખમાસમણાના બે શિર સંબંધી આવશ્યક પણ સમજી લેવા જોઈએ. આચાર્ય હરિભદ્ર કૃત આવશ્યક નિર્યુક્તિમાં, આચાર્ય અભયદેવ સૂરિકૃત સમવાયાંગ સૂત્રની વૃત્તિમાં આ જ પ્રમાણે ચાર શિરોનમનનું કથન છે. આચાર્ય શ્રી સિદ્ધસેન સૂરિજી શિષ્યના જ ચાર શિરોનમન આ પ્રમાણે કહે છે– (૧) એક શિરોમન સંપાનં શબ્દ બોલતા (૨) બીજુ ક્ષમાયાચના કરતા હાનિ ઉનાસનો શબ્દનું ઉચ્ચારણ કરતા. આ જ રીતે બીજીવાર વંદન કરતાં સમયે બે શિરોનમન થાય છે. આ રીતે કુલ ચાર શિરોનમન થાય છે.
આ રીતે બે વાર વંદના કરવાથી વંદન વિધિના ૨૫ આવશ્યક કાર્ય પૂર્ણ થાય છે. | ४ विजया णं रायहाणी दुवालस जोयणसयसहस्साई आयामविक्खंभेणं पण्णत्ता । रामे णं बलदेवे दुवालस वाससयाई सव्वाउयं पालित्ता देवत्तं गए । मंदरस्स णं पव्वयस चूलिया मूले दुवालस जोयणाई विक्खंभेणं पण्णत्ता । जंबुद्दीवस्स णं दीवस्स जगइ (वेइया) मूले दुवालस जोयणाई विक्खंभेणं पण्णत्ता।