________________
બારણું સમવાય
[ ૬૧ | બીજી પ્રતિમાઓ સામાન્ય સાધુ-સાધ્વી પણ ધારણ કરી શકે છે. દશાશ્રુતસ્કંધની સાતમી દશામાં તેનું વિસ્તૃત વર્ણન છે.
दुवालसविहे सम्भोगे पण्णत्ते, तं जहाउवही सुय भत्त पाणे, अंजली पग्गहे त्ति य । दायणे य णिकाए य, अब्भुट्ठाणे ति आवरे ।।१।। किइकम्मस्स य करणे, वेयावच्चकरणे इ य । समोसरणं सण्णिसिज्जा य, कहाए य पबंधणे ।।२।।
ભાવાર્થ :- સંભોગ અર્થાત્ સાધુઓનો પરસ્પરનો વ્યવહાર બાર પ્રકારનો છે, જેમ કે – ૧. ઉપધિ ૨. શ્રુત ૩. ભક્તપાન ૪. હાથ જોડવા પ. દાન ૬. નિકાચન-નિમંત્રણ ૭. અભ્યત્થાન ૮. કૃતિકર્મ–વંદના ૯. વૈયાવચ્ચ સેવા કરવી ૧૦. સમવસરણ ૧૧. સનિષધા ૧૨. કથા- પ્રબંધ કરવા.
વિવેચન :
સંભોગ - સંભોગ શબ્દનો અર્થ પારિભાષિક રૂઢ અર્થમાં પ્રયુકત છે. સમાન સમાચાર(આચરણ)વાળા સાધુઓની સાથે ખાન-પાન કરવું, વસ્ત્રપાત્ર વગેરેની લેવડદેવડ કરવી અને દીક્ષા પર્યાય અનુસાર વિનય વંદન કરવા વગેરે વ્યવહારો કરવા, તેને સંભોગ કહે છે, તેના બાર પ્રકાર છે. ૧. ઉપધિઃ- વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણોની પરસ્પર લેવડ દેવડ કરવી., ૨. શ્રત:- શાસ્ત્રની વાંચણી લેવી-દેવી, ૩. ભક્તપાન :- પરસ્પર આહાર, પાણી, ઔષધ, ભેષજની આપ લે કરવી., ૪.અંજલિગ્રહણ - પર્યાય જ્યેષ્ટ સાધુને હાથ જોડવા કે સામે મળે, ત્યારે મસ્તક નમાવીને હાથ જોડવા, ૫. દાન :- શિષ્યની આપ-લે કરવી., ૬. નિમંત્રણ :- આહાર, ઉપધિ, શય્યા, ઔષધ, સ્વાધ્યાય વગેરે માટે નિમંત્રણ આપવું., ૭. અભ્યત્થાન :- દીક્ષાપર્યાયમાં જ્યેષ્ઠ રત્નાધિક સાધુઓ પધારે, ત્યારે ઊભા થઈને તેને આદર આપવો., ૮. કુતિકર્મ :- વિધિવત્ વંદન કરવા, ૯. વૈયાવૃત્ય :શારીરિક સેવા અને બીજી કોઈ પણ સેવા કરવી., ૧૦. સમવસરણ:- એક જ ઉપાશ્રયમાં રોકાવું, બેસવું સૂવું અને રહેવું, ૧૧. સનિષધા - એક આસન, પાટ વગેરે પર સાથે બેસવું, ૧૨. કથાપ્રબંધ:- એક જ સભામાં સાથે પ્રવચન દેવું.
શ્રમણોએ પરસ્પર આ બાર પ્રકારના વ્યવહાર કરવાના હોય છે. એક ગુરુના સંપ્રદાયમાં આ બધા સંબંધો-વ્યવહારો હોય જ છે. જે સાધુ ને સંયમમાં બે-ત્રણવાર કે તેથી થી વધારે વાર અક્ષમ્ય દોષ લાગ્યો હોય, તો તેની સાથે સંભોગ વ્યવહારોનું વિસર્જન કરવામાં આવે છે. તેને શાસ્ત્રીય ભાષામાં વિસંભોગ કરવો, કહેવાય છે.
એક જ ગચ્છના સાધુ-સાધ્વી હોય, તો છ વ્યવહારો તો સ્વાભાવિક જ હોય અને બાકીના છ