________________
[ ૬૦ ]
શ્રી સમવાયાંગ સૂત્ર
- બારમં સમવાય
| PP22222222222
પરિચય :
બારમા સમવાયમાં બાર—બાર સંખ્યાથી સંબંધિત વિષયોનું કથન છે, યથા- બાર ભિક્ષુઓની પ્રતિમા, બાર સંભોગ, કૃતિકર્મનાં બાર આવર્તન, વિજયા રાજધાનીનો બાર લાખ યોજનનો આયામ-વિખંભ (લંબાઈ–પહોળાઈ), મર્યાદા પુરુષોતમ બલરામનું બારસો વર્ષનું આયુષ્ય તથા સર્વાર્થસિદ્ધ વિમાનથી ઉપર ઈષત્ પ્રાભાર પૃથ્વીનું અંતર અને તેનાં બાર નામ તથા નારકી અને દેવોની બાર પલ્યોપમ અને બાર સાગરોપમની સ્થિતિ તથા બાર ભવ કરીને મોક્ષે જનારા જીવોનો ઉલ્લેખ છે. | १ | बारस भिक्खुपडिमाओ पण्णत्ताओ, तं जहा-मासिआ भिक्खुपडिमा, दो मासिआ भिक्खुपडिमा, तिमासिआ भिक्खुपडिमा, चउमासिआ भिक्खुपडिमा, पंचमासिआ भिक्खुपडिमा, छमासिआ भिक्खुपडिमा, सत्तमासिआ भिक्खुपडिमा, पढमा सत्तराइंदिया भिक्खुपडिमा, दोच्चा सत्तराइंदिया भिक्खुपडिमा, तच्चा सत्तराईदिया भिक्खुपडिमा, अहोराइया भिक्खुपडिमा, एगराइया भिक्खुपडिमा । ભાવાર્થ – ભિક્ષુ પ્રતિમાના બાર પ્રકાર છે, જેમ કે– (૧) માસિકી ભિક્ષુ પ્રતિમા, (૨) બીજી માસિક ભિક્ષુપ્રતિમા, (૩) ત્રીજી માસિકી ભિક્ષુપ્રતિમા, (૪) ચોથી માસિકી ભિક્ષુપ્રતિમા, (૫) પાંચમી માસિક ભિક્ષપ્રતિમા. ()છઠ્ઠી માસિકી ભિક્ષુ પ્રતિમા, (૭) સાતમી માસિકી ભિક્ષપ્રતિમા, (૮) પ્રથમ સાત રાત્રિ દિવસની ભિક્ષુપ્રતિમા, (૯) બીજા સાત રાત્રિ દિવસની ભિક્ષુપ્રતિમા, (૧૦) ત્રીજા સાત રાત્રિ દિવસની ભિક્ષુપ્રતિમા, (૧૧) એક રાત્રિ દિવસની ભિક્ષુપ્રતિમા અને (૧૨) એક રાત્રિની ભિક્ષુપ્રતિમા. વિવેચન :
ભિપ્રતિમા – ભિક્ષાવૃત્તિથી ગોચરી લેનાર સાધુઓને ભિક્ષુ કહે છે. વિશિષ્ટ સંઘયણ અને શ્રતધર સાધુ સંયમની વિશેષ સાધના માટે વિશિષ્ટ અભિગ્રહોનો સ્વીકાર કરે છે, તેને ભિક્ષપ્રતિમા કહે છે. તેના બાર પ્રકાર છે. સ્થાનાંગ સૂત્રમાં અનેક પ્રતિમાઓનો ઉલ્લેખ છે, જેમ કે સમાધિ પ્રતિમા, ઉપધાન પ્રતિમા. વિવેક પ્રતિમા અને વ્યત્સર્ગ પ્રતિમા, ભદ્રા, સુભદ્રા મહાભદ્ર, સર્વતોભદ્ર પ્રતિમા વગેરે, તેમાં ઉપધાન પ્રતિમામાં આ બાર ભિક્ષુ પ્રતિમાનો સમાવેશ થાય છે.
ભિક્ષુઓની બાર પ્રતિમાઓ વિશિષ્ટ સહનન અને શ્રતના ધારક ભિક્ષુ જ ધારણ કરી શકે છે અને