________________
અગિયારમું સમવાય
૫ ૭ ]
આરંભનો ત્યાગ કરે છે. તેઓ સ્વયં આરંભ કરતા નથી અને બીજા પાસે કરાવતા નથી પરંતુ પોતાના ઉદેશથી બનાવેલા ભોજનનો તે ત્યાગ કરતા નથી. આ પ્રતિમાની આરાધનાનો સમય જઘન્ય એક, બે ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ નવ મહિના છે. (૧૦) ઉદિષ્ટભક્તવર્જનપ્રતિમા :- પૂર્વોકત નિયમોનું પાલન કરતા ઉપાસક આ પ્રતિમામાં ઉદ્દિષ્ટપોતાને માટે તૈયાર કરેલા ભોજન વગેરેનો ત્યાગ કરે છે. તે લૌકિક કાર્યોથી પ્રાયઃ દૂર રહે છે. તત્સંબંધી આદેશ આપતા નથી તથા પોતાનો વિચાર પણ દર્શાવતા નથી. તે વિષયમાં કોઈ પ્રશ્ન પૂછે, તો તે “હું જાણું છું” અથવા “જાણતો નથી” આટલો જ જવાબ આપે છે. આ પ્રતિમાના આરાધક મુરમુંડન કરાવે અથવા શિખા પણ રાખે છે. (૧૧) શ્રમણ ભૂત પ્રતિમા :- પૂર્વોકત બધા નિયમોનું પાલન કરતા શ્રાવક આ પ્રતિમામાં શ્રમણ અથવા સાધુની જેવા આચારનું પાલન કરે છે. તેની બધી ક્રિયાઓ શ્રમણ જેવી યતના અને જાગૃતિપૂર્વકની હોય છે. તે સાધુ જેવો વેશ ધારણ કરે છે, પાત્રા વગેરે ઉપકરણ ધારણ કરે છે, અસ્ત્રાથી મુંડન કરે છે, જો સહનશીલતા અથવા શક્તિ હોય તો લોચ કરે છે. સાધુની જેમ તે ભિક્ષાચર્યાથી જીવનનિર્વાહ કરે છે. સાધુ દરેકના ઘરે ભિક્ષા માટે જાય છે અને ઉપાસક પોતાના સ્વજનો-જ્ઞાતિજનોના ઘેર જ જાય છે, કારણકે તેના રાગાત્મક સંબંધનો સંપૂર્ણ વિચ્છેદ થયો નથી. તેની આરાધનાનો કાળ(સમય) જઘન્ય એક, બે, ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ કાળ અગિયાર મહિનાનો છે. | २ | लोगताओ इक्कारस एक्कारे जोयणसए अबाहाए जोइसते पण्णत्ते । जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स एक्कारस एक्कवीसे जोयणसए अबाहाए जोइसे चारं चरइ । ભાવાર્થ :- લોકાંતથી અગિયારસો અગિયાર(૧૧૧૧) યોજનાના અંતરે જ્યોતિષ ચક્ર સ્થિર છે, જંબદ્વીપ નામના દ્વીપમાં મંદર પર્વતથી અગિયારસો એકવીસ(૧૧૨૧) યોજનાના અંતર પર જ્યોતિષ ચક્ર પરિભ્રમણ કરે છે. | ३ | समणस्स णं भगवओ महावीरस्स एक्कारस गणहरा होत्था । तं जहा- इंदभूइ, अग्गिभूई, वायुभूई, विअत्ते, सुहम्मे, मंडिए, मोरियपुत्ते, अकंपिए, अयलभाए, मेअज्जे, पभासे । ભાવાર્થ - શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના અગિયાર ગણધરો હતા-૧. ઈન્દ્રભૂતિ ર.અગ્નિભૂતિ ૩. વાયુભૂતિ ૪. વ્યક્ત ૫. સુધર્મ ૬. મંડિત ૭. મૌર્યપુત્ર ૮. અંકપિત ૯. અચલભ્રાતા ૧૦. મેતાર્ય ૧૧. પ્રભાસ. |४| मूले णक्खत्ते एक्कारस तारे पण्णत्ते । हेट्ठिमगेविज्जयाणं देवाणं