________________
[ ૧૮ ]
શ્રી ઠાણાગ સત્ર-૨
સંબંધ વિચ્છેદ કરવાના કારણો - ३६ पंचहिं ठाणेहि समणे णिग्गंथे साहम्मियं संभोइयं विसंभोइयं करेमाणे णाइक्कमइ, तं जहा- सकिरियट्ठाणं पडिसेवित्ता भवइ । पडिसेवित्ता णो आलोएइ । आलोइत्ता णो पट्टवेइ । पट्ठवेत्ता णो णिव्विसइ । जाइं इमाई थेराणं ठिइपकप्पाई भवंति ताई अइयंचिय-अइयंचिय पडिसेवेइ, से हंद ! हं पडिसेवामि, किं मे थेरा करेस्संति ? ભાવાર્થ - પાંચ કારણથી શ્રમણ નિગ્રંથ પોતાના સાધર્મિક સાધુ સાથે સંબંધ વિચ્છેદ કરે તો ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતા નથી, તે આ પ્રમાણે છે– (૧) અશુભ કર્મ બંધાય તેવા, ન કરવા યોગ્ય કાર્યનું પ્રતિસેવન કરે તો. (૨) દોષોનું સેવન કરી આલોચના ન કરે તો. (૩) આલોચના કરી, ગુરુએ આપેલા પ્રાયશ્ચિત્તનો પ્રારંભ ન કરે તો. (૪) પ્રાયશ્ચિત્તનું પૂર્ણપણે વહન ન કરે તો. (૫) સ્થવિરોના જે સ્થિતિકલ્પ હોય અર્થાત્ ગચ્છની જે મર્યાદાઓ હોય, તેનું નિઃસંકોચપણે (નિર્લજ્જપણે) ઉલ્લંઘન કરે અને આ પ્રમાણે બોલે કે હું દોષનું પ્રતિસેવન કરું તો સ્થવિરો મને શું કરી શકશે ? પારચિત્ત પ્રાયશ્ચિત્તના કારણો - ३७ पंचहिं ठाणेहिं समणे णिग्गंथे साहम्मियं पारंचियं करेमाणे णाइक्कमइ, तं जहा- कुले वसइ कुलस्स भेदाए अब्भुट्टित्ता भवइ । गणे वसइ गणस्स भेदाए अब्भुढेत्ता भवइ । हिंसप्पेही । छिद्दप्पेही । अभिक्खणं-अभिक्खणं पसिणायतणाई पउंजित्ता भवइ । ભાવાર્થ :- પાંચ કારણે શ્રમણ નિગ્રંથ પોતાના સાધર્મિકને પારાંચિત નામનું દસમું પ્રાયશ્ચિત્ત આપતાં ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતા નથી, તે આ પ્રમાણે છે– (૧) જે સાધુ જે કુળમાં રહેતા હોય, તેમાં જ ભેદ કરવાનો પ્રયત્ન કરે. (૨) જે સાધુ જે ગણમાં રહેતા હોય, તેમાં જ ભેદ કરવાનો પ્રયત્ન કરે. (૩) હિંસાપ્રેક્ષી- જે કુલ, ગણ કે સાધુની ઘાત ઇચ્છે. (૪) છિદ્રપ્રેક્ષી– જે કુલ અને ગણમાં રહેનારા સદસ્યોના દૂષણ જુએ. (૫) જે વારંવાર પ્રશ્નવિધાનો પ્રયોગ કરે. વિવેચન :
દસ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં દસમું પારાંચિત પ્રાયશ્ચિત્ત છે. કુળ, ગણમાં ભેદ પડાવવાની પ્રવૃત્તિ કરે, કલહના બીજ રોપે, આચાર્યાદિની ઘાત ઇચ્છે, આચાર્યાદિના દોષ શોધે વગેરે મોટા દોષોના કારણે અંતિમ પારાંચિત પ્રાયશ્ચિત આપવામાં આવે છે. પવિતા - અંગુષ્ટ, હાથ વગેરેમાં દેવતાને બોલાવી લોકોને પ્રશ્નોના જવાબ આપી ચમત્કાર