________________
સંપાદન અનુભ]
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા તાળ સમવાયાધરે મને નિજાથે સુયરે -[વ્યિવહાર સૂત્ર]] ઠાણાંગ અને સમવાયાંગ સૂત્રને ધારણ કરનારા શ્રુતસ્થવિર કહેવાય છે. ૧૨ અંગ અને ૩ર આગમના વિસ્તૃત વિષયોને યાદ રાખવાની માસ્ટર કી એટલે જ આ બંને આગમો. જેમ વિદ્યાર્થીઓ પોતાના વિશાળ અભ્યાસક્રમને યાદ રાખવા ટૂંક નોંધો લખીને તે વિસ્તૃત વિષયને સંક્ષિપ્તમાં યાદ રાખી લે છે, જેમ ગ્રંથમાં તેના સંપૂર્ણ વિષયને આવરી લેતી વિષયાનુક્રમણિકાના અવલોકન દ્વારા સંપૂર્ણ ગ્રંથનો ખ્યાલ આવી જાય છે. તેમ આ બંને આગમો દ્વારા વિસ્તૃત વર્ણનવાળા આગમોને યાદ રાખવા સુગમ બને છે. આ આગમોમાં આગમગત અનેક વિષયોનું સંખ્યાદષ્ટિએ સંકલન કરવામાં આવ્યું છે. તેના દ્વારા જૈનાગમોનું વિહંગાવલોકન થઈ જાય છે, તેથી જ ઠાણાંગ-સમવાયાંગ સૂત્રના જ્ઞાતાને શ્રુતસ્થવિર કહેવામાં આવે છે.
તપસમ્રાટ પૂજ્યપાદ ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા.ની અસીમ કૃપાએ આજે ઠાણાંગસૂત્રનો બીજો ભાગ પૂર્ણ થતાં અમે સંપૂર્ણ ઠાણાંગસૂત્રનો અનુવાદ આપ સર્વની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. કોઈપણ પ્રકાશન કાર્યમાં લેખક કે અનુવાદક કરતાં સંપાદક મંડળની જવાબદારી મહત્ત્વ પૂર્ણ ભાગ ભજવે છે. અર્ધમાગધી ભાષામાં રચાયેલા આપણા આગમગ્રંથો સામાન્ય જનતા વાંચે અને સમજી શકે તે ધ્યેયને લક્ષ્યમાં રાખી આગમ જ્ઞાનને સાદી, સરળ, સુવાચ્ય ગુજરાતી ભાષામાં રજૂ કરવા અમો પ્રયત્નશીલ છીએ. ગહન વિષયને સરળ કરવા વિવેચન, ચાર્ટ, આકૃતિઓ અને પરિશિષ્ટ બનાવવાનું કાર્ય પણ કરી રહ્યા છીએ. આગમના મૂળ પાઠના શબ્દના અર્થ કે સ્પષ્ટીકરણ રહી ન જાય તેની કાળજી સાથે વિવેચન કરતાં વિષયાંતરથી અતિ વિસ્તાર ન થઈ જાય, તેનો પણ ખ્યાલ રાખવામાં આવે છે.
કોઈપણ વિષયમાં ધારણા-પરંપરાનો આગમ સાથે વિરોધ જણાય અથવા કોઈ વિષયમાં શંકા જાગે ત્યારે તેના યથાયોગ્ય સમાધાન માટે આગમ મનીષી પૂ. તિલોકમુનિ મ.સા. ના આગમજ્ઞાન આલોકમાં તેઓશ્રી, પ્રધાન સંપાદિકા ગુણીમૈયા પૂ. લીલમબાઈ મ. અને અમે બંને (સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા), મુક્ત મને ચર્ચા-વિચારણા કરી, ઉપસ્થિત શંકાના નિવારણમાં કે તત્ત્વ નિર્ણયમાં સહુપ્રથમ આગમને પ્રધાનતા આપીએ છીએ. જે વિષયમાં આગમ મૌન હોય, આગમથી સમાધાન ન થાય ત્યારે ટીકાઓનું અનુશીલન કરવામાં આવે છે. જે વિષયમાં ટીકા દ્વારા પણ સ્પષ્ટીકરણ ન થાય ત્યારે અન્ય ગ્રંથોથી સમાધાન મેળવવાનો કે તત્ત્વનો નિર્ણય કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
જેમકે દસમા સ્થાનમાં દસ આશ્ચર્યકારી ઘટનાઓની વાત છે. તેમાં એક આશ્ચર્યકારી